________________
મનુષ્યોત્તર પ્રાણી છે. તેમનું મનુષ્યભવમાં આગમન થયા સિવાય મોક્ષે જઈ શકતા જ નથી. તેથી મનુષ્યભવમાં આવવું અવશ્યભાવી છે. તેથી જ મનુષ્યપણે આગામી દ્રવ્યેન્દ્રિયો જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ અનંત છે એમ કહેવું જોઈએ.
વિજય આદિ ચાર વિમાનોના દેવામાં નરકની આગામી દ્રવ્યન્દ્રિયો નથી હોતી. કેમકે જે જીવ એકવાર વિજય આદિ વિમાનોમાં ઉત્પન્ન થઈ જાય છે તેમનો પાછો નિયમથી નારકોમાં, પંચેન્દ્રિય તિર્યંચો સુધીમાં, વાણવ્યંતરોમાં અને જ્યોતિષ્કોમાં જન્મ થતો નથી. તેથી તેમનામાં નારકની અતીત દ્રવ્યેન્દ્રિયોનો સંભવ નથી. તેઓ માત્ર મનુષ્યોમાં અને સૌધર્માદિ દેવોમાં જ ઉત્પન્ન થાય છે.
જે નારકીની વિજયાદિ દેવોમાં આગામી દ્રવ્યન્દ્રિયો હોય છે. તેમની ૮ કે ૧૬ હોય છે કેમકે જે વિજયાદિ વિમાનોમાં જઈને ઉત્પન્ન થાય છે. તેમની નિયમથી મુક્તિ થઈ જાય છે. વિજ્યાદિ દેવોમાં બે વારથી વધારે વાર કોઈ જીવો ઉત્પન્ન થતા જ નથી.
નારકની સર્વાર્થસિદ્ધ દેવની અતીત અને બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોતી નથી. કેમકે નારકની બદ્ધ તો નરકભવમાં જ થાય છે. નારક જીવ અતીતમાં ક્યારેય સર્વાર્થસિદ્ધ દેવ થયેલ નથી.
નારકીની ૨૪ દંડકોમાં જેવી પ્રરૂપણા કરી છે. એ જ રીતે અસુરકુમારના દંડકમાં પણ સમજી લેવી.
બેજ સ્થાનોથી આવેલા શબ્દો સાંભળે છે. શરીરના એક દેશથી પણ શબ્દ સાંભળેલ છે. અને શરીરના સર્વદેશથી પણ શબ્દ સાંભળેલ છે. શરીર એક દેશથી અને સર્વદેશથી પણ રૂપ જુએ છે. શરીરના એક દેશથી અને સર્વ દેશથી પણ ગંધ સુંધે છે. શરીરના એક દેશથી પણ અને સર્વદેશથી પણ રસ ચાખે છે. શરીરના એક દેશથી પણ અને સર્વદેશથી પણ સ્પર્શોનું વેદન કરે છે.
જેમને સંબિન શ્રોત લબ્ધિ થઈ ગઈ છે તેમણે તે અવસ્થામાં સમસ્ત ઇન્દ્રિયો વડે શબ્દોને સાંભળ્યા છે. અને જેમને તે લબ્ધિ થઈ નથી તેમને માત્ર દેશતઃ એટલે શ્રોતેંદ્રિય વડે જ શબ્દોને સાંભળ્યા છે. એ જ પ્રમાણે એક દેશથી રૂપનું અવલોકન કર્યું, કેટલાકે સર્વદેશથી રૂપનું અવલોકન કર્યું. એ જ પ્રમાણે દેશ અને સર્વ રૂપે ગંધોનું, રસોનું
૨૮૪