________________
મનુષ્ય અને સર્વાર્થસિદ્ધદેવો સિવાય બધાની સ્વસ્થાનમાં દ્રવ્યોન્દ્રિયો અસંખ્યાત છે. પરસ્થાનમાં બદ્ધ નથી. વનસ્પતિકાયિકોની બદ્ધ અસંખ્યાત છે. મનુષ્યોની નારકપણે અતીત અનંત છે. બદ્ધ નથી. આગામી અનંત છે. એ જ પ્રકારે યાવતુ રૈવેયક દેવપણે વિશેષ એ છે કે સ્વસ્થાનમાં અતીત અનંત છે. બદ્ધ કદાચિત સંખ્યાત અથવા કદાચિત્ અસંખ્યાત છે. આગામી અનંત છે.
મનુષ્યોની વિજ્યાદિ ૪ દેવપણે અતીત સંખ્યાત, બદ્ધ નથી. આગામી-કદાચિત્ સંખ્યાત, કદાચિત અસંખ્યાત એ પ્રકારે સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત નથી, બદ્ધ નથી, આગામી- અસંખ્યાત છે. એ પ્રકારે યાવતુ રૈવેયકદેવની છે. વિજ્યાદિ ચાર દેવોની નારકપણે અતીત-અનંત, બદ્ધ-નથી. આગામી નથી. એ પ્રકારે યાવત્ જયોતિષ્કદેવપણે પણ, વિશેષ મનુષ્યપણે અતીત-અનંત, બદ્ધ-નથી, આગામી-અસંખ્યાત એ જ પ્રકારે થાવત્ રૈવેયકદેવપણે સ્વસ્થાનમાં અતીત-અસંખ્યાત બદ્ધ અસંખ્યાત આગામીઅસંખ્યાત-સર્વાર્થસિદ્ધદેવપણે અતીત-નથી. બદ્ધ-નથી. અને આગામી-અસંખ્યાત છે. | સર્વાર્થસિદ્ધ દેવોની નારકપણામાં-અતીત-અનંત, બદ્ધ-નથી. આગામી નથી. એ પ્રકારે મનુષ્યો સિવાય નૈવેયકદેવપણા સુધી મનુષ્યપણે અતીત-અનંત, બદ્ધ-નથી, આગામી અસંખ્યાત-વિજયાદિ ચાર દેવપણે, અતીત દ્રવ્યન્દ્રિય સંખ્યાત, બદ્ધ-નથી, આગામી પણ નથી હોતી, સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિય-નથી હોતી, બદ્ધ સંખ્યાત, આગામી-નથી હોતી.
ખુલાસો - કોઈ નરકની આગામી દ્રવ્યન્દ્રિયો હોય છે અને કોઈની નથી હોતી. જે નારક નરકમાંથી નીકળીને પાછો કદી નારક થતો નથી. તેની આગામી દ્રન્દ્રિયો હોતી નથી. જે ફરીથી કોઈ વખતે નરકમાં ઉત્પન્ન થાય તો તેની હોય છે. અથવા તે એક વાર ઉત્પન્ન થનાર હોય તો ૮, બે વાર નારક થનારો હોય તો ૧૬, ત્રણ વાર ઉત્પન્ન થનાર હોય તો ૨૪, સંખ્યાત વાર ઉત્પન્ન થનાર હોય તો સંખ્યાત, અસંખ્યાત વાર ઉત્પન્ન થનાર હોય તો અસંખ્યાત અને અનંતવાર ઉત્પન્ન થનાર હોય તો અનંત હોય છે.
મનુષ્યો સિવાય બાકીના ૨૩ દંડકના જીવોની આગામી દ્રવ્યન્દ્રિયો મનુષ્યભવ અવસ્થામાં કોઈની હોય છે અને કોઈની નથી હોતી એમ ન કહેવું જોઈએ. કેમકે જે
૨૮૩