________________
નથી. જેની છે તેની ૮ અથવા ૧૬ છે. એકેએક મનુષ્યની સર્વાર્થસિદ્ધ દેવપણે જેવી નારકની એ જ પ્રકારે યાવત્ ત્રૈવેયકદેવની સર્વાર્થસિદ્ધ દેવ સુધી જાણવી જોઈએ.
એકેએક વિજ્યાદિ ચાર દેવની નારકપણે અતીત અનંત છે. બદ્ધ નથી અને આગામી નથી. એ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચપણે અને મનુષ્યપણે અતીત અનંત છે. બદ્ધ નથી. આગામી ૮, ૧૬, ૨૪ અથવા સંખ્યાત છે એકેએક વિજ્યાદિ ચાર દેવની વાણવ્યંતર અને જ્યોતિષ્મપણે જેમ નાકપણે/સૌધર્મપણે અતીત અનંત છે. બદ્ધ નથી. આગામી કોઈને છે. અને કોઈને નથી. જેને છે તે ૮, ૧૬, ૨૪ અથવા સંખ્યાત છે. એ જ પ્રકારે ત્રૈવેયકદેવપણે, વિજ્યાદિ ચાર દેવપણે અતીત કોઈને હોય છે અને કોઈને નથી હોતી. જેની હોય છે તેની આઠ છે. બદ્ધ આઠ છે આગામી કોઈની છે, અને કોઈની નથી. જેની છે તેની આઠ છે.
એકેએક વિજ્યાદિ ચાર દેવની સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિય નથી. બદ્ધ પણ નથી. આગામી કોઈને છે અને કોઈને નથી. જેની છે તેની આઠ છે. એકેએક સર્વાર્થસિદ્ધ દેવની નાકપણે દ્રવ્યેન્દ્રિય અતીત અનંત, બદ્ધ નથી હોતી. આગામી પણ નથી હોતી. એ જ પ્રમાણે મનુષ્યને છોડીને યાવત્ ત્રૈવેયકદેવપણામાં સમજવું. મનુષ્યપણામાં અતીત-અનંત બદ્ધ નથી. આગામી આઠ છે. વિજ્રયાદિ દેવપણે અતીત કોઈને છે અને કોઈને નથી હોતી. જેની છે તેની આઠ છે. બદ્ધ નથી આગામી પણ નથી. એકેએક સર્વાર્થસિદ્ધની સર્વાર્થ સિદ્ધપણે અતીત-નથી, બદ્ધ આઠ છે અને આગામી નથી.
નારકોની નાકપણે દ્રવ્યેન્દ્રિયો અતીત અનંત છે. બદ્ધ અસંખ્યાત છે. આગામી પણ અનંત છે. નારકોની અસુરકુમા૨૫ણે દ્રવ્યેન્દ્રિય અતીત અનંત છે. બદ્ધ નથી હોતી. આગામી અનંત છે. એ જ પ્રમાણે યાવત્ ત્રૈવેયકદેવપણે નારકોની વિજ્યાદિ ચારદેવપણે અતીત નથી હોતી. બદ્ધ પણ નથી હોતી. આગામી અસંખ્યાત છે. એ જ પ્રકારે સર્વાર્થસિદ્ધદેવપણે પણ એ જ પ્રકારે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક સર્વાર્થસિદ્ધદેવપણે પણ કહેવું જોઈએ. વિશેષ એ છે કે વનસ્પતિકાયિકોની વિજ્યાદિ ૫ દેવપણે આગામી-અનંત છે.
૨૦૨