________________
અને સ્પર્શોનું અનુભવન કર્યું છે.
બેપ સ્થાનોથી દેવો શબ્દો સાંભળે છે. તે આ પ્રમાણે છે. દેવો એક દેશથી પણ શબ્દ સાંભળે છે અને સર્વદેશથી પણ શબ્દો સાંભળે છે. યાવત્ છોડે છે.
સર્વ૧૬ જીવો બે પ્રકારના છે. તે આ પ્રમાણે સઇન્દ્રિય અને અણુિંદિયા છે. સંસારી બધા જીવો સઇન્દ્રિય છે અને કેવલી અને સિદ્ધ અણુિંદિયા છે. ઇન્દ્રિયોના અર્થ છ ા છે.
(૧થી ૫) શ્રોતેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિયના વિષય પર્યંતના પાંચ ઇન્દ્રિયાર્થોને અહિં ગ્રહણ કરવા જોઈએ.૧૭ (૬) નોઇન્દ્રિયનો વિષય.
શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. ચક્ષુઇન્દ્રિયનો વિષય રૂપ છે. ધાણેન્દ્રિયનો વિષય ગંધ છે. રસેન્દ્રિયનો વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. મન નોઇન્દ્રિય છે. મનનો વિષય જીવાદિ પદાર્થ છે. મન આંતરકરણ છે. જે કરણ હોય છે તે ઇન્દ્રિય રૂપ જ હોય છે. ઇન્દ્રિયના વિષયને ઇન્દ્રિયાર્થ પણ કહે છે. ઇન્દ્રિયો ૬ હોવાથી ઇન્દ્રિયાર્થ પણ ૬ કહ્યા છે.
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય ઃ
શરીર નામકર્મથી રચેલા શરીરના ચિહ્ન વિશેષ જે દ્રવ્યેન્દ્રિય છે. અને મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જે આત્માની વિશુદ્ધિ તેનાથી ઉત્પન્ન જે જ્ઞાન તે જ ભાવેન્દ્રિય છે.
“દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિયો”
આમાં મુખ્ય બે કામ થયાં એક શરીરનું અને બીજું આત્માનું. જીવ અને તેની અંદરનો સૂક્ષ્મ આકારનો અવયવ એ બંને શરીરનાં તત્ત્વોમાંથી બનેલ છે. અને તેને લીધે આત્માનો જે જ્ઞાનગુણ જાગી ઊઠે છે એ આત્માનું જ્ઞાન તત્ત્વ છે. ગળ્યો રસ જાણવાની જ્ઞાન શક્તિ તો આત્મામાં હોય છે. પરંતુ તે નિમિત્ત મળતાં જાગી ઊઠે છે અને પછી બરાબર વસ્તુનું સ્વરૂપ જાણી લઈને મનથી નક્કી કરે છે. તે પણ એક જાતના જ્ઞાનગુણની જાગૃતિ છે.
૨૦૫