________________
ચક્ષુઇન્દ્રિયનો આકાર મસૂરની દાળ જેવો છે. ચંદ્રનો અર્થ છે દાળ અને મસૂરનો અર્થ છે મસૂર નામનું અનાજ.
- ધ્રાણેન્દ્રિયનો આકાર અતિમુક્તાના ફૂલ જેવો અને ચંદ્રમાની સમાન છે. અહિં ચંદ્રનો અર્થ છે ફૂલ જિલૅન્દ્રિયનો આકાર ચંદ્ર અથવા ખુરપા અર્થાતુ ખોદવાનું સાધન એવી કોદાળીના આકારનો છે. અને સ્પર્શેન્દ્રિયનો આકાર નાના (અનેક) પ્રકારે છે.
ખડગ સ્થાનીય બાહ્યનિવૃત્તિની જે ખડગધારા સ્થાનીય સ્વચ્છતર પુદ્ગલ રૂપ આત્યંતર નિવૃત્તિ છે. તેની જે શક્તિ વિશેષ છે. તેનું નામ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. તે આંતર નિવૃત્તિ કરતાં સહેજ ભિન્ન હોય છે. કારણ કે શક્તિ અને શક્તિમાનમાં સહેજ ભિન્નતા હોય છે. તેમ અહિ સમજવું. કદંબપુષ્પના આકારવાળી બાહ્યનિવૃત્તિનો સદ્ભાવ હોવા છતાં પણ અત્યંત કઠોર મેઘગર્જના આદિ વડે શ્રવણશક્તિનો નાશ થઈ જવાના લીધે શબ્દ જ્ઞાનનો અભાવ થઈ જાય છે. ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગના ભેદથી બે પ્રકારની હોય છે. તેમાંની લબ્ધિ ભાવેન્દ્રિય શ્રોતેન્દ્રિય આદિ વિષયક અને કદાવરણ ક્ષયોપશમ રૂપ હોય છે. પોતપોતાના વિષયમાં લબ્ધિ પ્રમાણે આત્માનો જે જ્ઞાન વ્યાપાર છે તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. ઇન્દ્રિયોના બીજા પ્રકારો -
ઇન્દ્રિયો બે પ્રકારની છે. દ્રવ્યન્દ્રિયો અને ભાવેન્દ્રિયો. તેમાં દ્રવ્યન્દ્રિયો આઠ પ્રકારની કહી છે. જેમાં બે કાન, બે આંખ, બે પ્રાણ, જીભ અને સ્પર્શનો સમાવેશ થાય છે. નારકોની દ્રવ્યન્દ્રિયો આઠ છે. તેમ દેવોની દ્રવ્યન્દ્રિયો પણ આઠ છે.
પાંચ સ્થાવરની એક સ્પર્શેન્દ્રિય કહી છે. બેઇન્દ્રિયોની સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય એ બે દ્રવ્યેન્દ્રિય કહી છે. તે ઇન્દ્રિયોની બે પ્રાણ, જીભ, સ્પર્શેન્દ્રિય એ ચાર દ્રવ્યન્દ્રિયો કહી છે. ચૌરેન્દ્રિયને બે આંખ, બે પ્રાણ, જીભ, સ્પર્શેન્દ્રિય એ છ દ્રવ્યેન્દ્રિયો કહી છે. પંચેન્દ્રિયને બે કાન, બે આંખ, બે પ્રાણ, જીભ અને સ્પર્શેન્દ્રિય એ આઠ દ્રવ્યન્દ્રિયો હોય છે.
એક એક નારકીની દ્રવ્યેન્દ્રિયો અતીત અનંત છે. બદ્ધ થનારી દ્રવ્યન્દ્રિયો આઠ છે. આગળ થનારી દ્રવ્યેન્દ્રિય ૮, ૧૬, ૧૭ સંખ્યાત અસંખ્યાત અને અનંત છે. એક
૨૭૭