________________
એક ભવનપતિની અતીતની દ્રવ્યન્દ્રિયો અનંત છે, બદ્ધ આઠ, આગળ થનારી આઠ, નવ યાવત સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે.
એ જ પ્રકારે પૃથ્વીકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિકોની પણ વિશેષ બદ્ધ એક સ્પર્શન દ્રવ્યન્દ્રિય છે. તેઉકાયિક અને વાયુકાયિક ને પણ બદ્ધ એક સ્પર્શન દ્રવ્યેન્દ્રિય છે. બે ઇન્દ્રિયોની બદ્ધ બે દ્રવ્યન્દ્રિયો, તે ઇન્દ્રિયોની બદ્ધ ચાર અને ચૌરેન્દ્રિયની બદ્ધ છ છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, મનુષ્યો, વાણવ્યંતરો, જયોતિષ્કો, પ્રથમ, બીજા દેવલોકના દેવોની નારકોની સમાન છે. પરંતુ મનુષ્યની આગળ થનારી કોઈને હોય છે અને કોઈને નથી હોતી. જેની થશે તેની ૮,૯ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે. સનકુમાર દેવોથી લઈને ૯ વૈવેયક દેવની ઇન્દ્રિયો નારકો સમાન છે. વિજય, વૈજ્યન્ત, જયંત અને અપરાજિત દેવની ઇન્દ્રિયો અનંત છે. બદ્ધ આઠ. આગમી ૮, ૧૬, ૨૪ અથવા સંખ્યાત હોય. સર્વાર્થસિદ્ધ દેવની અતીત અનંત, બદ્ધ-આઠ. આગામી આઠ હોય છે.
નારકોની અતીત દ્રવ્ય ઇન્દ્રિયો અનંત છે. બદ્ધ અસંખ્યાત છે. આગામી અનંત છે. એ રીતે યાવત્ રૈવેયક દેવોને વિશે જાણવી. અને મનુષ્યોની બદ્ધ યાતુ સંખ્યાતસ્યાદ્ અસંખ્યાત. વિજય, વૈજયંત જયંત અને અપરાજિત દેવોના વિષયમાં અતીત બેન્દ્રિય અનંત છે. બદ્ધ અસંખ્યાત છે. આગામી અસંખ્યાત છે. સર્વાર્થ સિદ્ધના દેવામાં અતીત, અનંત છે બદ્ધ સંખ્યા અને આગામી સંખ્યાત છે.
બદ્ધ અર્થાત્ વર્તમાનમાં પ્રાપ્ત, પુરસ્કૃત એટલે આગામી કાળમાં થનારી. જે નારક આગલા ભવમાં મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જશે. તેની મનુષ્ય ભવ સંબંધી આઠ જ દ્રવ્યેન્દ્રિયો થશે. જે નારક નારકમાંથી નીકળીને પંચેન્દ્રિય યોનીમાં ઉત્પન્ન થશે અને પછી મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ પદ પ્રાપ્ત કરી લેશે તેની તિર્યંચ ભવ સંબંધી આઠ અને મનુષ્યભવ સંબંધી આઠ મળીને સોળ થશે. જે નારક નરકથી નિકળીને પંચેન્દ્રિય તિર્યંચ થશે. ત્યાર બાદ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થશે અને પછી મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જશે. તેની પંચેન્દ્રિય તિર્યંચ ભવની આઠ, એકેન્દ્રિય ભવની એક અને મનુષ્ય ભવની આઠ. આમ બધી મળીને સત્તર દ્રવ્યેન્દ્રિયો થશે. જે નારક સંખ્યાતકાળ સંસારમાં ભ્રમણ કરશે તેની સંખ્યાત. જે અસંખ્યાત કાળ સુધી ભવભ્રમણ
૨૭૮