________________
જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યના આઠમા ભાગની છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે.
- પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ - તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૧ સમય અધિક અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક ૧૪ સાગરોપમ પ્રમાણ છે.
શુક્લલેશ્યા ની જઘન્ય સ્થિતિ - પઘલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમય અધિક છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે. આ લેગ્યાની જઘન્ય સ્થિતિ ૬ઠ્ઠા લોતક દેવલોકમાં છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધમાં છે. કેમકે ત્યાં જ આટલી સ્થિતિ હોય છે.
છ લેશ્યાઓનું અલ્પબહત્વ :
છ એ વેશ્યાઓના અસંખ્યાત સ્થાનો કહ્યાં છે. તેનો અલ્પબદુત્વ નીચે પ્રમાણે છે.
દ્રવ્યની અપેક્ષાએ જઘન્યથી -
સૌથી ઓછાં સ્થાનો કાપોત લેશ્યાનાં છે. તેનાથી નીલલેશ્યાના સ્થાનો અસંખ્યાતગુણા છે. તેનાથી કૃષ્ણલેશ્યાના સ્થાનો અસંખ્યાત ગુણા છે. તેનાથી તેજોલેશ્યાના સ્થાનો અસંખ્યાતગુણા છે. તેનાથી પધલેશ્યાના સ્થાનો અસંખ્યાતગુણા છે. તેનાથી શુકલેશ્યાના સ્થાનો અસંખ્યાતગુણા છે. '' પ્રદેશોની અપેક્ષાએ જઘન્યથી, દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ જઘન્યથી ઉપર પ્રમાણે દ્રવ્યની અપેક્ષાએ જઘન્યથી બતાવેલ છે તે જ પ્રમાણે સમજવું.
દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી સ્થાનો પણ જધન્ય પ્રમાણે જ સમજવાં.
લેશ્યાઓની પ્રતિપત્તિનો જે કાળ છે તે કાળની અપેક્ષાથી પ્રથમ સમયમાં પરિણત થયેલ એ સમસ્ત વેશ્યાઓથી યુક્ત થયેલ કોઈ પણ જીવની અન્યભવમાં ઉત્પત્તિ થતી નથી.
૨૬૧