________________
નરકમાં કૃષ્ણલેશ્યા છે. આ કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ પમી નરકની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૭મી નરકની છે. તિર્યંચો અને મનુષ્યોમાં વેશ્યાની સ્થિતિ:
તિર્યો અને મનુષ્યોમાં સર્વ લેશ્યાઓની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. શુકલ લેશ્યાને વર્જીને જાણવું. તે શુદ્ધ શુકલ લેગ્યા છોડી દેવી.
શુકલ લશ્યાની જઘન્ય સ્થિતિ તો એક અંતર્મુહૂર્તની જ હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂના પૂર્વ કોટીની છે. કેમકે આઠ વર્ષની આયુમાં રહેલા જીવને શુકલેશ્યાની સંભાવના હોતી નથી. આ કારણે નવ વર્ષથી ઓછા એક પૂર્વ કોટી કાળ આ શુકલેશ્યાનો બતાવેલ છે. દેવોમાં વેશ્યાઓની સ્થિતિ :
કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ ભવનપતિ, વ્યંતરદેવોમાં ૧૦ હજાર વર્ષની છે. કેમકે આ દેવો જ જઘન્ય ૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા હોય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. આ સ્થિતિ મધ્યમ આયુવાળા ભવનપતિ અને વ્યંતરદેવોની અપેક્ષાએ છે.
નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ - કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાં ૧ સમય વધુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમના અસંખ્યાતભાગ પ્રમાણ છે. તે મધ્યમ આયુવાળા દેવોની સ્થિતિ છે.
કાપોત લેગ્યાની જઘન્ય સ્થિતિ - નીલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય વધુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમના અસંખ્યાતભાગ પ્રમાણ છે. એ સ્થિતિ એટલી આયુવાળા જ ભવનપતિ અને વ્યંતરદેવોની છે.
તે વેશ્યાની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની હોય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યના અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમની છે. તે વૈમાનિક દેવની અપેક્ષાએ જાણવી. કેમકે સૌધર્મ અને ઇશાન દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ એટલી છે. સૌધર્મની જઘન્ય ૧ પલ્યની, ઇશાન દેવલોકની ૧ પલ્યથી અધિક છે. તથા બંને દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૨ સાગરોપમ અને બે સાગરોપમથી અધિક છે.
૨૬૦