________________
નિલ વેશ્યાનાં લક્ષણો - (અશુભતર મનોભાવ) આ નૈતિક વ્યક્તિત્વનો પ્રકાર અપેક્ષાએ પહેલાં કંઈક ઠીક હોય છે. પરંતુ અશુભ જ હોય છે.
જેમ કે બીજાના ગુણોને સહન ન કરવા, રોષ કરવો તથા સદારોષમય પરિણામ રાખવાં, તપસ્યા કરવામાં વિમુખ રહેવું, કુશાસ્ત્રોમાં તત્પર રહેવું, છળકપટ કરવા, લજ્જારહિત થવું, વિષયોમાં આસક્તિ રાખવી, દ્વેષ રાખવો, બીજાની ઠગાઈ કરવી, જાતિ આદિક મદોથી અત્યંત યુક્ત રહેવું, ઇન્દ્રિયનાં વિષયમાં લોલુપતા રાખવી, સત્તાના માટે ઇચ્છા કરવી, પ્રાણીવધના સ્થાનભૂત આરંભથી વિરક્ત ન થવું, સ્વપ્નમાં પણ બીજાનાં હિતની અભિલાષા ન રાખવી. વગર વિચાર્યું કામમાં લાગી જવું. ઇત્યાદિ લક્ષણયુક્ત પ્રાણી નીલેશ્યાનાં પરિણામવાળો જાણવો જોઈએ. (૩) કાપોતલેશ્યાનો વર્ણ :
કાપોતલેશ્યા વર્ણની અપેક્ષાએ અળસીનાં ફૂલ જેવી, તૈલ કંટક નામની વનસ્પતિના જેવી, કબૂતરની ગર્દન સમાન, કાંઈક કાળી અને કાંઈક લાલ હોય છે. એજ પ્રમાણે કાપોત લેશ્યાનો વર્ણ હોય છે.
વળી૨૯ કાપોત લેશ્યાનો વર્ણ જેમ કોઈ ખદિરનો સાર, કેરની અંદરનો સાર, ધમાસાનો સાર, તાંબુ, તાંબાનો કરોડ, તાંબાની છીપાટી, વંતાકનું ફૂલ, કોકિલચ્છદનું ફૂલ, જવાસાનું ફૂલ હોય એના કરતાં પણ અનિષ્ટતર યાવત અમનોજ્ઞતર હોય છે. કાપોત વેશ્યાનો રસ :
કાપોત લેશ્યા રસની અપેક્ષાએ જેમ અપકવ એટલે કાચી કેરીનો રસ, તૂરાં કોઠાંના રસ જેવો હોય છે. આ બધાથી પણ અનંતગણો ખાટો રસ કાપાત લેશ્યાનો ધ્ય છે.
વળી કાપોત લેશ્યાનો રસ જેમ કોઈ આંબાના, આંબાના ફળોના બીજોરાના, બિલીના, કપિત્થોના, મજ્જોના, ફળસીના, દાડમના, પારાવતોના, અફોટકોના, બોરોના, હિંદુકોના અષ્ટકલોના એટલા પૂરા નહીં પાકેલાના, પરિપક્વ અવસ્થાના વર્ણથી રહિત, ગંધથી રહિત, સ્પર્શથી રહિત હોય છે. તેનાથી પણ કાપાત લેશ્યાનો રસ અધિક અનિષ્ટ યાવત અધિક અમનોજ્ઞ હોય છે.
રપ૦