________________
કૃષ્ણ વેશ્યાનાં લક્ષણો :- (અશુભતમ મનોભાવ) આ નૈતિક વ્યક્તિત્વનું સૌથી નિકૃષ્ટ રૂપ છે.
. જે૨ આત્મા પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોમાં પ્રમત્ત હોય છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આ ત્રણ ગુપ્તિઓથી જે અગુપ્ત હોય અર્થાતુ એ ત્રણ ગુપ્તિઓથી રહિત હોય છે. છ કાયના જીવોની રક્ષામાં જે અવિરત હોય, તીવ્ર આરંભ, ઉત્કૃષ્ટ સાવદ્ય વ્યાપારોમાં તત્પર હોય, બીજાના હિતના અભિલાષી નહોય, વગર વિચાર્યું જ દરેક કામમાં પ્રવૃત્તિ કરવાવાળા હોય, જેનું પરિણામ દયાભાવથી શૂન્ય હોય, ઘાતક હોય, ઇન્દ્રિયોને વશમાં રાખનાર ન હોય. આ અવસ્થામાં પ્રાણીના વિચાર અત્યંત ક્રૂર હોય છે. આ પ્રમાણે આ પાંચ આશ્રવ આદિ પૂર્વોક્ત યોગોથી યુક્ત પ્રાણીને કૃષ્ણ લેશ્યાવાળો જાણવો જોઈએ. (૨) નીલ વેશ્યાનો વર્ણ :
નીલ ગ્લેશ્યા વર્ણની અપેક્ષાએ નીલ અશોક વૃક્ષના જેવી છે. ચાસ પક્ષીનાં પીંછાં સમાન છે. તથા વૈડુર્ય મણીના સમાન છે.
વળી નલ લેશ્યાન વર્ણ જેમ કોઈ ભમરો, ચાસ પક્ષી, ચાસ પક્ષીનાં પીંછાં, પોપટ, પોપટનાં પીંછા, વનરાજી, અંતરાગ, કબૂતરની ડોક, મોરની ડોક, બળદેવના વસ્ત્ર, અળસીનું ફૂલ, અંજનકેશીનું ફૂલ, નીલ કમલ, નીલ અશોક, નીલ કરણ, નીલ બંધુજીવક, કરતાં પણ અધિક અનિષ્ટતર યાવતું વર્ણથી અમનોજ્ઞતર હોય છે. નીલ વેશ્યાનો રસપ:
નીલ લેગ્યા રસની અપેક્ષાએ જેમ સુંઠ, પીપર, મરચાં રૂપ ત્રણ કટુકનો રસ તીખો હોય છે. જેમ ગજ પીપરનો રસ તીખો હોય છે. આ બધાના રસથી પણ અનંતગણો તીખો રસ નીલ વેશ્યાનો હોય છે.
વળી નીલ લેગ્યાનો રસ જેમ કોઈ ભંગી નામની વનસ્પતિ, ભંગી વનસ્પતિની રજ, પાઠા વનસ્પતિ, ચવિયા, ચિત્રમૂલક વનસ્પતિ, પીપર, પીપરીમૂળ, પીપરીનું ચૂર્ણ, મિર્ચ, મિર્ચનું ચૂર્ણ, આદુ, આદુનું ચૂર્ણ આદિનો રસ તીખો હોય છે. તેનાથી પણ નીલ લેગ્યાનો રસ અધિક અનિષ્ટ યાવતુ અધિક અમનોજ્ઞ હોય છે.
૨૫૧