________________
સ્પષ્ટ હોય છે. લોભ રહિત તો માત્ર મનુષ્યના દંડકમાં વિતરાગી ભગવંતો હોય છે અને સિદ્ધ ભગવંતો પણ લોભ રહિત હોય છે. - લોભના કારણે જીવ અનેક રીતે દંડાય છે તે નીચે પ્રમાણે બતાવેલ છે.
અનંતાનુબંધી લોભના કારણે સમ્યક્ત ગુણનો ઘાત થાય છે. તેનો અનંતો સંસાર વધી જાય છે. તેની સમજણ વિપરીત હોવાથી સાચા દેવ, ગુરુ અને ધર્મતત્ત્વને તે પિછાણી શકતો નથી. અપ્રત્યાખ્યાની લોભનાં કારણે દેશવિરતીનો ઘાત થાય છે. તેમાં સમકિતનો સદ્ભાવ હોય છે. પરંતુ કોઈ પણ જાતના વ્રત પચ્ચખાણ કરી શકતો નથી. ત્રીજો પ્રત્યાખ્યાની લોભ સર્વવિરતીનો ઘાત કરે છે. આ લોભના સદ્ભાવમાં તે સંપૂર્ણપણે છ કાયના જીવોની દયા પાળી શકતો નથી. અને પાંચ મહાવ્રતોને તે ભાવથી સ્વીકારી શકતો નથી: સંજવલન લોભ યથાખ્યાત ચારિત્રને ઉત્પન્ન થવા દેતો નથી.
જ્યાં સુધી સંજવલન લોભનો સદ્ભાવ છે. ત્યાં સુધી ૧૧ થી ૧૪મા ગુણસ્થાન સુધી પહોંચી શકતો નથી. કેમ કે યથાખ્યાત ચારિત્રના ૧૧ થી ૧૪ ગુણસ્થાન છે. આ રીતે ૨૪ દંડકોમાં ચારેય પ્રકારના લોભવાળા જીવો હોય છે. લોભની ઉત્પત્તિનાં કારણો -
લોભની ઉત્પત્તિ ચાર કારણે થાય છે. (૧) ક્ષેત્ર અર્થાત્ ખેતર જમીનના નિમિત્તથી એટલે ખુલ્લી જમીન માટે પરસ્પર લોભ ઉત્પન્ન થાય છે. તે નિમિત્તે સગા ભાઈઓ કે પિતા-પુત્ર પણ કોર્ટ સુધી પહોંચે છે. (૨) વાસ્તુ અર્થાત્ મકાન આદિ ઇમારતોના નિમિત્તથી એટલે કે ઢાંકેલી જમીન માટે લોભ ઉત્પન્ન થાય છે. તેમાં ઓફિસ, કારખાના મિલો આદિ બધા સ્થાનોનો સમાવેશ થઈ જાય છે. (૩) શરીરના નિમિત્તથી લોભ ઉત્પન્ન થાય છે. શરીરના નિમિત્તમાં ભોજન, બિમારી આદિનો સમાવેશ થાય છે. (૪) ઉપધિ અર્થાત્ ઉપકરણોના નિમિત્તથી લોભ ઉત્પન્ન થાય છે. લોભ ઉપર વિજય મેળવવાના ઉપાયો -
દશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં જ્ઞાની તત્ત્વચિંતકોએ લોભને જીતવાના ઉપાયો જણાવ્યા છે. લોભને સંતોષથી જીતી શકાય છે. કહેવત છે કે “સંતોષી નર સદા સુખી” લોભથી બચવા માટે સંતોષ રાખવો જરૂરી છે. સંતોષી વ્યક્તિ થોડી સંપત્તિ પાસે
૨૪૫