________________
કેમ કે અનર્થની પરંપરા આવવા છતાં પણ જીવ ફરી ફરીને લોભ કષાયમાં પડયા જ કરે છે. તેને છોડવાને સમર્થ બની શકતો નથી. લોભમાં જે આમિષાવર્ત સાથે સમાનતા પ્રગટ કરવામાં આવી છે તે સામાન્ય લોભમાં ગ્રહણ કરવાની નથી. પરંતુ ઉત્કૃષ્ટ લોભમાં જ આ સમાનતા સમજવી જોઈએ.
લોભનાં પરિણામો :
૫૯
લોભ ખાતર કેટલાક લોભી પુરુષો દુઃખથી ગમન કરી શકાય તેવાં હિંસક પ્રાણીઓથી ભરેલી અટવીમાં પ્રવેશ કરીને સુવર્ણસિદ્ધિસ મેળવે છે. મુશ્કેલીવાળા બીજા દેશોમાં ભ્રમણ કરે છે. મહાગહન સમુદ્રમાં મુસાફરી કરે છે. ધન મેળવવા કૃપણ સ્વામીની સેવા કરે છે. અંધ થયેલ બુદ્ધિવાળો દુષ્કર દુઃખો વેઠે છે. તે લોભનાં જ પરિણામો છે. લોભી પુરુષોનું ડગલે ને પગલે અપમાન થાય છે.
સર્વ વિનાશના આશ્રયભૂત, સર્વ સંકટનો એક રાજમાર્ગ એવા લોભને આધીન થયેલ પુરુષ ક્ષણવારમાં બીજા દુ:ખોને પ્રાપ્ત કરનાર થાય છે. લોભનો ખાડો વધતો જ જાય છે. અને કદાપિ પૂરાતો નથી.
અનેક ભયંકર મત્સ્યો, મગરો, જળચર જંતુઓ જેમાં ઘણાં છે એવા ભયંકર સમુદ્રમાં જે પ્રવેશ કરે છે તે લોભ રૂપ મહાસાગરમાં પ્રવેશ કરવા સમાન છે. તે લોભરૂપી સમુદ્ર પણ અનંત દુઃખરૂપ જળચરોથી ભરેલો છે. લોભ સર્વસ્વનું સત્યાનાશ કરી નાંખે છે. તે કારણે બધા જ ગુણો નષ્ટ થઈ જાય છે. લોભાધિન બનેલો પુરુષ ઉર્ધ્વલોકમાં દેવની સંપતિ, મધ્યલોકમાં ચક્રવર્તિ વગેરેની સંપતિ અને અધોલોકમાં નાગકુમારાદિ દેવોની સંપતિની અભિલાષા કરતો ત્રણે ભુવનની પણ મનો૨થો વડે ઇચ્છા કરે છે. તેથી લોભને જગતનો આક્રમણ કરનાર જણાવેલ છે.
દંડકમાં લોભ વિશે :
દંડકમાં લોભ વિશે કહેવામાં આવેલ છે. ૨૪ દંડકના ૨૪ દ્વારમાં છઠ્ઠું કષાય ઘર છે. તેમાં ચાર કષાયો બતાવ્યા છે. તેમાં ચોથા નંબરનો કષાય લોભ છે. બધા જ દંડકમાં લોભરૂપ કષાય હોય છે. એકેન્દ્રિયોમાં તેનો ઉદય અસ્પષ્ટ હોય છે. બેઇન્દ્રિયાદિકમાં કંઈક અધિક સ્પષ્ટ હોય છે. અને પંચેન્દ્રિયમાં લોભનો ઉદય અત્યંત
ર૪૪