________________
પ્રકારમાં ગણી શકાય છે. કેમ કે તે લોભ મહાકષ્ટથી જાય છે.
પ્રત્યાખ્યાની લોભ :
- પ્રત્યાખ્યાની લોભ તે ખંજનરાગથી રંગેલા વજ્ર સમાન છે. ખંજન એટલે કાજળ. તે કાજળના રંગથી રંગેલા વસ્ત્રને ખંજનરાગરક્ત વસ્ત્ર કહે છે. તેનો રંગ ઉપાય કરવાથી જ્ય છે. તેમ પ્રખ્યાખ્યાની લોભ પણ ઉપાયથી દૂર થાય છે.
સંજ્વલન લોભ :
સંજ્વલન લોભ તે હળદરના રંગથી રંગેલા વસ્ત્ર સમાન છે. હળદર રાગરક્ત વજ્રને તડકે રાખવાથી તે વસ્ત્રમાંથી રંગ ઊડી જાય છે. એ જ રીતે સંજ્વલનનો લોભ પણ જલ્દી ચાલ્યો જાય છે.
આ ચારે કષાય ક્રમપૂર્વક એક એકથી બીજા ઉત્તરોત્તર મંદ, મંદતર, મંદતમ અને મહાતિમંદ છે.
લોભના અન્ય આગમિક પ્રકારો :
પ્રજ્ઞાપના સૂત્રના ૧૪ મા `પદના લોભના બીજા ચાર પ્રકાર વર્ણવેલા છે. (૧) પ્રથમ આભોગ નિવર્તિત એટલે ઉપયોગપૂર્વક ઉત્પન્ન કરેલ હોય (૨) બીજો અનાભોગ નિવર્તિત એટલે ઉપયોગ વિના ઉત્પન્ન કરાવેલ હોય, (૩) ત્રીજો ઉપશાંત અને (૪) ચોથો અનુપશાંત.
આ જ આગમ ગ્રંથમાં લોભના અન્ય ચાર પ્રકારો પણ વર્ણવ્યા છે. (૧) પ્રથમ આત્મ પ્રતિષ્ઠિત લોભ તે પોતાના માટે લોભ કરે છે. (૨) બીજો ૫૨ પ્રતિષ્ઠિત લોભ એટલે બીજાના માટે લોભ કરે છે. (૩) ત્રીજો ઉભય પ્રતિષ્ઠિત લોભ એટલે પોતાના માટે અને બીજાના માટે લોભ કરે છે. (૪) ચોથો અપ્રતિષ્ઠિત લોભ એટલે કોઈ પણ કારણ ન હોય છતાં પણ લોભ કરે છે.
પ્રથમના ત્રણ પ્રકારના લોભની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ કારણ હોય છે. જ્યારે ચોથા પ્રકારના લોભની ઉત્પત્તિમાં કોઈ કારણ હોતું નથી.
તે ઉપરાંત ઠાણાંગસૂત્રના ૪થે ઠાણે ૪ પ્રકારનાં આવર્ત બતાવેલા છે. તેમાં ચોથા પ્રકારના આવર્તનું નામ આમિષાવર્ત છે. લોભને આમિષાવર્ત સમાન કહેલ છે.
૨૪૩