________________
લોભનાં કાર્યોપર :
લોભ પરસ્પર ભેદ કરાવનાર, પ્રિય મિત્રતાનો નાશ કરાવનાર અને કાર્યવિનાશક છે. લોભને વશ થયેલો મનુષ્ય અંધની જૈમ ઊંચુ, નીચું, સરખું કે વિષમ દેખતો નથી. બહેરાની જેમ તે હિત કે અહિત સાંભળતો નથી. ગાંડાની જેમ તે સંબંધ વગરના પ્રલાપ કરે છે. બાળકની જેમ કોઈ તેને પૂછે કંઈ અને તેનો જવાબ જુદો જ આપે છે. પતંગિયાની જેમ સમુદ્રમાં વિચરે છે. મિત્રનો ઘાત કરે છે. અને પોતાને દુ:ખની ખાણમાં ફેંકી દે છે.
લોભના કારણે એક જાતના કે અનેક જાતનાં પદાર્થો, વસ્તુઓ એકઠી કરવાનો સ્વભાવ થાય છે. ભોગવવા યોગ્ય પદાર્થો સ્વાધીન છતાં ન ભોગવે અને કૃપણતાના કારણે ખરાબ પદાર્થોને વાપરે છે. ધન કે કોઈ પદાર્થનો તીવ્ર રાગ થાય છે. હંમેશા પદાર્થના રાગવાળું ચિત્ત રહે છે. તે સર્વે લોભનાં કાર્યો છે.
ચારેય પ્રકારના લોભને જુદી જુદી ઉપમા આપી તેની સમજ આપવામાં આવી છે.
અનંતાનુબંધી લોભ :
અનંતાનુબંધી લોભ તે કૃમિરાગથી રંગેલા વજ્ર સમાન છે. આ વસ લાલ રંગવાળા કૃમિઓના લાલ રસ વડે રંગેલુ હોવાથી સ્વાભાવિક રીતે જ લાલ હોય છે. તે જ રીતે અનંતાનુબંધી લોભ હોય છે. કૃમિ રાગથી રંગેલા વસ્ત્રનો રંગ ન જાય તેમ અનંતાનુબંધી લોભ પણ ક્યારેય ન જાય. કૃમિરાગરક્ત વસ્ર દૃઢ હોવાથી તે બળી જાય પછી તેની રાખ પણ લાલ રંગની હોય છે. તેમ આ લોભ વાળો જીવ પોતાનું મૃત્યુ થઈ જાય તો પણ તે લોભાનુબંધને છોડતો નથી.
અપ્રત્યાખ્યાની લોભ૪ :
અપ્રત્યાખ્યાની લોભ તે કર્દમરાગથી રંગેલા વજ્ર સમાન છે. જે કર્દમ રાગ રક્તધૂળથી ખરડાયેલું હોય છે. ગાય આદિ પ્રાણીઓ જે માર્ગેથી ચાલે છે તે પંક એટલે કે કાદવ છે. તેને કર્દમ કહેવાય છે. તે કર્દમનો જે રંજકરસ છે તેનું નામ કર્દમરાગ છે. તેનાથી રંગાયેલા વજ્રને કર્દમરાગરક્ત વસ્ત્ર કહેવાય છે. અપ્રત્યાખ્યાની લોભ આ
૪૨