________________
માયાની ઉત્પત્તિનાં કારણોજ -
માયાની ઉત્પત્તિ ચાર કારણે થાય છે. (૧) ક્ષેત્ર અર્થાત્ ખેતર જમીનના નિમિત્તથી એટલે કે ખૂલ્લી જમીન માટે માયા કરે છે. તે નિમિત્તે સગાભાઈઓ કે પિતાપુત્ર પણ કોર્ટ સુધી પહોંચે છે. (૨) વાસ્તુ અર્થાત મકાન આદિ ઇમારતોનાં નિમિત્તે એટલે ઢાંકેલી જમીન માટે માયાનું સેવન કરે છે. તેમાં ઓફિસ, કારખાના, મિલો આદિ બધા સ્થાનોનો સમાવેશ થઈ જાય છે. (૩) શરીરના નિમિત્તથી માયા કરે છે. શરીરના નિમિત્તમાં ભોજન, બિમારી આદિ આવી શકે છે. (૪) ઉપધિ અર્થાતુ ઉપકરણોનાં નિમિત્તથી માયા કરે છે. તેમાં વસ્ત્ર, અલંકારો, વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે. માયા ઉપર વિજય મેળવવાના ઉપાયો -
- દશવૈકાલિક-સૂત્રના આઠમા અધ્યયનમાં શાસ્ત્રકારોએ માયાને જીતવાના ઉપાયો પણ બતાવ્યા છે. અનેક જીવોએ માયાને જીતી છે. માયાને સરલતાથી જીતાય છે. સરળતા રાખવી એ જ સીધો માર્ગ છે. આત્માનો મૂળ સ્વભાવ સરળતા છે. સરળતા એટલે નિષ્કપટ ભાવ જેવા બહારથી દેખાય તેવા સરળ ભાવો અંતરમાં રાખવા, કહે તેવું જ કરે. જેવી રીતે દ્રાક્ષ ઉપરથી અને અંદરથી પોચી હોય છે. તેવી જ રીતે બહારના અને અંદરના એક સરખા કપટ વિનાના પરિણામોને સરળતા કહેવાય છે.
માયા કષાયના ૧ થી ૯ ગુણસ્થાન હોય છે. ૨૪ દંડકમાંથી મનુષ્યના દંડકમાં માયાથી દૂર થઈને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. બાકીના ૨૩ દંડકવાળા જીવો નિયમથી માયા. કષાયવાળા હોય છે. મનુષ્યના દંડકમાં માયાવાળા અને માયા વગરના એમ બંને પ્રકારના જીવો હોય છે.
લોભનું સ્વરૂપ લોભનો અર્થ - શાસ્ત્રમાં ભિન્ન-ભિન્ન અર્થે કરવામાં આવ્યા છે. - (૧) કોઈ પણ પદાર્થ જોઈને આ સુંદર છે. આ વધારે સુંદર છે. આ લઉં, આ રાખી મૂકે, આ સાચવી રાખું, આનું રક્ષણ કરું. આવા મમતા રૂપ મૂચ્છનાં જે પરિણામો હોય છે. તેને લોભ કહેવાય છે.
૨૪૧