________________
શકે તેવા ગૂઢ આચારસેવન કરી બહારથી પ્રામાણિકતાનો ડોળ દેખાડવો, કુટિલમતિ અને વિશ્વાસઘાત આ સર્વને માયા કહેવાય છે. ૩૯ (૪) વક્રતાને પણ માયા કહેવાય છે. ૪૦
કર્મ સાહિત્યમાં પૂર્વોક્ત બે કષાય ક્રોધ અને માનની જેમ માયાના ચાર પ્રકારો વર્ણવ્યા છે. (૧) અનંતાનુબંધી માયા (૨) અપ્રત્યાખ્યાની માયા. (૩) પ્રત્યાખ્યાની માયા અને (૪) સંજવલન માયા. (૧) અનંતાનુબંધી માયા
ચાર પ્રકારની વક્ર વસ્તુઓ બતાવી છે. તેમાં પ્રથમ છે વંશમૂલ કેતન અર્થાત્ વાંસની જડરૂપ વક્રતા તેને વાંસ મૂલ કેતન સમાન માયા કહેવામાં આવે છે. વાંસનો મૂળ ભાગ ખૂબ જ અનાર્જવતાવાળો (વક્રી હોય છે. તે કારણે તે અતિગુપ્ત વક્રતાવાળો હેય છે. આવી માયાવાળા પુરુષની માયા પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. આવી માયા અનંતાનુબંધી માયા છે. આ માયામાં પ્રવિષ્ટ થયેલ જીવ જો મૃત્યુ પામે તો નરકગતિમાં જય છે. (૨) અપ્રત્યાખ્યાની માયા:
અપ્રત્યાખ્યાની માયા તે “મેંઢ વિષાણ કેતન” સમાન છે. અર્થાત્ ઘેટાના શિંગડા સમાન વક્રતાવાળી માયા હોય છે. જે માયા કેવળ વક્ર હોય છે તેને આ પ્રકારની ગણાવી શકાય છે. આ બીજા પ્રકારની માયાવાળો જીવ જો મૃત્યુ પામે તો તિર્યંચગતિમાં જાય છે. (૩) પ્રત્યાખ્યાની માયા:
પ્રત્યાખ્યાની માયા તે ગોમૂત્રિકા કેતન સમાન છે. તે વક્રતા પવનથી ટળે છે. પ્રત્યાખ્યાની માયા પણ અલ્યવક્રતાવાળી હોય છે. તે વક્રતા થોડા પ્રયત્નોથી ટળી જાય છે. આ પ્રત્યાખ્યાની માયામાં પ્રવિષ્ટ થયેલો જીવ જો મરણ પામે તો મનુષ્યગતિ પામે છે. (૪) સંજવલન માયાજસંજ્વલન માયા તે અવલેખનિકા કેતન સમાન છે. અવલેખનિકાને વાંસની છોઈ
૨૩૮