________________
નિમિત્તથી એટલે કે ખુલ્લી જમીન માટે પરસ્પર માન ઉત્પન્ન થાય છે. (૨) વાસ્તુ અર્થાત્ મકાન આદિ ઇમારતોના નિમિત્તથી. એટલે કે ઢાંકેલી જમીન માટે માન ઉત્પન્ન થાય છે. (૩) શરીરના નિમિત્તથી માન ઉત્પન્ન થાય છે. શરીરના નિમિત્તમાં ભોજન, બિમારી આદિનો સમાવેશ થાય છે. (૪) ઉપધિ અર્થાત્ ઉપકરણોના નિમિત્તથી માન ઉત્પન્ન થાય છે. તેમાં વસ્ત્ર, અલંકારો, વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.
માન કરવાથી વિનયનો નાશ થાય છે. વિનય એ જ ધર્મનું મૂળ છે. મૂળ વિના વૃક્ષ બની શકતું નથી. એવી જ રીતે વિનય એ ધર્મનું મૂળ છે. અને તેના દ્વારા ચારિત્ર રૂપ વૃક્ષ તૈયાર થાય છે. માનના કારણે તે તીર્થકર, ગુરુ આદિની મર્યાદાનું અતિક્રમણ કરે છે.
દશવૈકાલિક-સૂત્રના આઠમાં અધ્યયનમાં માનને જીતવાના પણ જ્ઞાનીઓએ ઉપાયો બતાવ્યા છે. માનને વિનયથી જીતાય છે. માદેવતાના સેવનથી માનને જીતી શકય છે.
માન કષાયનાં એકથી લઈને નવ ગુણસ્થાન છે. ૨૪ દંડકમાંથી માત્ર મનુષ્યના દંડકવાળા જ અમાની (અકષાયી) થઈને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. બાકીના ૨૩ દંડકમાં માને કષાયી હોય છે. મનુષ્યના દંડકમાં માન કષાયી અને માન રહિત અર્થાત્ અમાની બંને પ્રકારના જીવો હોય છે.
“માયાનું સ્વરૂપ” . માયાનો અર્થ :- શાસ્ત્રમાં માયાના જુદા-જુદા અર્થ બતાવ્યા છે.
(૧) માયા એટલે કપટ (૨) સકારણ કે નિષ્કારણ કોઈને પણ મિથ્યા પ્રયોગથી અને વચન ચાતુરીથી ઠગવા અથવા છેતરવાના પરિણામોને માયા કહેવાય છે.
અન્ય દર્શનમાં માયાનો ક્રડાના અર્થમાં ઉપયોગ કર્યો છે. પરંતુ અહિ તેવો અર્થ ઘટતો નથી.
(૩) છાની રીતે પાપ કરવું, કૂડ કપટથી છેતરવું. હોય કંઈકને કહેવું બીજું, પારકી થાપણ પાછી ન આપવી અને પ્રપંચથી પોતે પચાવી પાડવી, બીજાને છળ કરીને છેતરવા, પોતાનું કાર્ય સાધવા માટે માયાથી ગાંડાપણાનો વર્તાવ કરવો, બીજા ન જાણી
૨૩૭