________________
સમાન વક્ર કહી છે. વાંસની છોઈની વક્રતા તરત જ ટળે છે. તે રીતે સંજ્વલનમાયા અલ્પતર વક્રતાવાળી હોય છે. આ સંજ્વલન માયામાં પ્રવિષ્ટ થયેલો જીવ જો મૃત્યુ પામે તો દેવગતિમાં જાય છે. માયાના આગમિક અન્ય પ્રકારો:
પ્રજ્ઞાપના સૂત્રના ૧૪મા પદમાં માયાના બીજા ચાર પ્રકારો બતાવેલા છે. તેને ક્રોધના પ્રકારોની જેમ જ વર્ણવ્યા છે. (૧) પ્રથમ આભોગ નિવર્તિત એટલે ઉપયોગથી ઉત્પન્ન કરેલ હોય (૨) બીજો અનાભોગ નિવર્તિત અર્થાત્ ઉપયોગ વિના ઉત્પન્ન કરાવેલ હોય (૩) ત્રીજો ઉપશાંત અને (૪) ચોથો અનુપશાંત.
આ ઉપરાંત આ આગમમાં જ માયાના બીજી રીતે ચાર પ્રકારો બતાવ્યા છે. (૧) પ્રથમ આત્મપ્રતિષ્ઠિત માયા એટલે પોતાના માટે માયાનું સેવન કરે. (૨) બીજા પર પ્રતિષ્ઠિત એટલે બીજાના માટે માયા કરે, (૩) ત્રીજો ઉભય પ્રતિષ્ઠિત એટલે પોતાના અને બીજાના માટે માયા કરે. (૪) ચોથો અપ્રતિષ્ઠિત એટલે કોઈ પણ કારણ વિના પણ માયા કરે. પ્રથમની ત્રણ પ્રકારની માયાની ઉત્પત્તિમાં કોઈને કોઈ કારણ હેય છે. જયારે ચોથા પ્રકારની માયાની ઉત્પત્તિમાં કોઈ કારણ હોતું નથી.
તે ઉપરાંત ઠાણાંગસૂત્રના ૪થે ઠાણે ૪ પ્રકારનાં આવર્ત બતાવ્યાં છે. તેમાં ત્રીજા આવર્તનું નામ ગૂઢાવર્ત છે. ગૂઢાવર્ત સમાન માયા બતાવી છે. જે આવર્ત પ્રચ્છન્ન હેય છે. તેને ગૂઢાવર્ત કહે છે. આ આવર્ત લાકડાની ગાંઠ આદિનો હોય છે. માયાને ગૂઢાવર્ત કહેવાનું કારણ એ છે કે માયા એ પરમ દુર્લક્ષ્ય હોય છે. માયાયુક્ત માણસના મનોભાવને પારખવાનું કાર્ય દુષ્કર હોય છે. ગૂઢાવર્ત માયા ને સામાન્ય માયામાં ગ્રહણ કરાતી નથી. પરંતુ ઉત્કૃષ્ટ માયામાં જ સમજવી જોઈએ. ગૂઢાવર્ત માયાયુક્ત થયેલો જીવ એ જ અવસ્થામાં મૃત્યુ પામે તો નારકીમાં જ ઉત્પન્ન થાય છે. કેમ કે તેનું જે અશુભ પરિણામ હોય છે તે અશુભબંધ દુર્ગતિનું કારણ બને છે. માયાનાં પરિણામો -
માયા કરવાથી સેંકડો અને ક્રોડો ભવ સુધી સંસારમાં જીવોને હેરાનગતિ ભોગવવી પડે છે. માયા કરવાના સ્વભાવવાળો પુરુષ જો કે કંઈ અપરાધ કરતો નથી
૨૩૯