________________
(૨) અપ્રત્યાખ્યાની માન:
અપ્રત્યાખ્યાની માન તે હાડકાના સ્તંભ (થાંભલા) સમાન છે. હાડકાનો સ્તંભ મહાકષ્ટથી નમી શકે છે. તેવી જ રીતે અપ્રત્યાખ્યાની માનવાળા જીવ મહાકષ્ટથી કે ખૂબ સમજાવવાથી નમે છે. અપ્રત્યાખ્યાની માનના પરિણામવાળા જીવો દેશવિરતિ ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી. તેથી આવા પરિણામમાં જ જો તે હોય તો મરીને તિર્યંચ ગતિમાં જાય છે. (૩) પ્રત્યાખ્યાની માન:
પ્રત્યાખ્યાની માન તે લાકડાના સ્તંભ સમાન છે. લાકડાનો સ્તંભ તે પ્રયત્ન કરવાથી નમે છે. તેવી જ રીતે પ્રત્યાખ્યાની માનવાળા જીવ ઉપાય-પ્રયાસ કરવાથી નમે છે. પ્રત્યાખ્યાની માનના પરિણામવાળા જીવો સર્વવિરતી ગ્રહણ કરી શકતા નથી તેથી તેઓ આ પરિણામમાં હોય તો મરીને મનુષ્ય ગતિમાં જાય છે. (૪) સંજ્વલન માન :
સંજવલન માન તે નેત્રલતા-વાંસની લતા સમાન છે. તેને જેમ વાળીએ તેમ વળે છે. તેવી જ રીતે સંવલન માનવાળા જીવો થોડા પ્રયાસથી જ નમ્ર બને છે. માન આવે પરંતુ તરત જ ચાલ્યું પણ જાય છે. તેવા જીવો જ્ઞાન-સમજથી નમ્ર બની જાય છે. અર્થાત કોમળ અને નમ્રતાવાળા બની શકે છે. સંજવલન માનના પરિણામવાળા જીવો મરીને દેવગતિમાં જાય છે. માનના અન્ય આગમિક પ્રકારો:
પ્રજ્ઞયના સૂત્રના ૨૪માં કદમાં માનના બીજા ચાર પ્રકારો ાવેલા છે. તે ક્રોધના પ્રકારોની જેમ વર્ણવ્યા છે.
(૧) પ્રથમ આભોગ નિવર્તિત અર્થાત ઉપયોગપૂર્વક ઉત્પન્ન કરાવેલ હોય. (૨) બીજો અનાભોગ નિવર્તિત અર્થાત્ ઉપયોગ વિના ઉત્પન્ન કરાવેલ હોય. (૩) ત્રીજો ઉપશાંત અને (૪) ચોથો અનુપશાંત.
આ ઉપરાંત આ જ સૂત્રમાં માનના બીજા પણ ચાર પ્રકારો બતાવેલા છે. (૧) પ્રથમ આત્મપ્રતિષ્ઠિત માન તે પોતાના માટે માન કરે છે. (૨) બીજો પર પ્રતિષ્ઠિત
૨૩૪