________________
માન તે બીજાના માટે માન કરે છે. (૩) ત્રીજો ઉભય પ્રતિષ્ઠિત માન અર્થાત્ પોતાના માટે અને બીજાના માટે માન કરે છે. (૪) ચોથો અપ્રતિક્તિ માન એટલે કે કોઈ પણ કારણ ન હોય છતાં પણ માન કરે છે. પ્રથમ ત્રણ પ્રકારના માનની ઉત્પત્તિમાં કોઈ કારણ હોય કે જ્યારે ચોથા પ્રકારના માનનો ઉત્પત્તિમાં કોઈ ને કોઈ કારણ હોય છે. જયારે ચોથા પ્રકારના માનની ઉત્પત્તિમાં કોઈ કારણ હોતું નથી.
ઠાણાંગસૂત્રના૩૦ ૪થે ઠાણે ચાર પ્રકારના આવર્ત બતાવ્યા છે. તેમાં બીજા આવર્તનું નામ ઉન્નતાવર્ત છે. ગિરિના શિખરનાં આરોહણવાળા માર્ગ પર ઉન્નતાવર્તનો સદ્ભાવ હોય છે. અથવા જ્યારે ખૂબ પવન વાય છે ત્યારે ધૂળ, પર્ણ આદિ ચક્કરચક્કર ફરતાં ફરતાં આગળ વધે છે તેને ચક્રવાત, વંટોળિયો અથવા ડમરી કહે છે. આવા પ્રકારના આવર્તને ઉન્મતાવર્ત કહે છે.
માન કષાયને ઉન્નતાવર્ત જેવો કહેલ છે. કેમ કે જેમ ઉન્નતાવર્ત પત્ર તૃણાદિને ઉન્નત સ્થાને ચડાવે છે. તેમ આ માન કષાય પણ મનનું ઉન્નતરૂપે સ્થાપક હોવાથી તેને ઉન્નતાવર્ત સમાન કહેલ છે. માનથી યુક્ત બનેલો જીવ અભિમાનથી યુક્ત મનવાળો બને છે. આ માન કષાયમાં પ્રવિષ્ટ થયેલો જીવ જો મૃત્યુ પામે તો નરકગતિમાં જ જાય છે.
ઉન્નતાવર્તની સાથે જે માનની સમાનતા બતાવી છે. તે સામાન્ય માનમાં ગ્રહણ કરવાની નથી. પરંતુ ઉત્કૃષ્ટ માનમાં આ સમાનતા સમજવી જોઈએ. માનનાં પરિણામો" :
માન કરવાથી જીવ મલીન પરિણામ સ્વરૂપ હોવાથી સંસારમાં રખડનારો થાય છે. શાસ્ત્રીય પરિભાષા મુજબ અને આ વર્તમાનમાં અભિમાન એ સંતાપ કરાવનાર અને ધનનો નાશ કરાવનાર છે. પરાભવનું મૂળ માન છે. પ્રિયાબંધુનો નાશ કરનાર માન છે. માન એ સદ્ગતિનો માર્ગનાશક અને અનર્થ કરનાર છે. માન રૂપી મહાગ્રહથી ઘેરાયેલો જીવ, માતા-પિતા અને ભાર્યાને સાક્ષાતુ મરણ પામતાં દેખવા છતાં માનના લીધે અટકાવતો નથી અને મરવા દે છે.
ઉપદેશમાલામાં પણ કહ્યું છે કે “સમતા રૂપ હાથીને બાંધવાના સ્તંભને તોડતા,
૨૩૫