________________
જ આ સમાનતા સમજવી જોઈએ.
ક્રોધ કષાયના એક થી નવ ગુણસ્થાન હોય છે. ૨૪ દંડકમાંથી એક મનુષ્યના દંડકવાળા અક્રોધી થઈને કેવલજ્ઞાની થઈ શકે છે. બાકીના ૨૩ દંડકવાળા નિયમથી ક્રોધ કષાયવાળા હોય છે. મનુષ્યના દંડકમાં ક્રોધી અને અક્રોધી બંને પ્રકારના જીવો હોય છે.
માનનું સ્વરૂપ માનનો અર્થ - શાસ્ત્રમાં માનના વિભિન્ન અર્થો બતાવ્યા છે.
(૧) માન એટલે અભિમાન (૨) આઠ પ્રકારના મદ, અહંકાર (૩) બીજાના અવર્ણવાદ (૪) પોતાનો ઉત્કર્ષ-આપબડાઈ૫૨ (૫) બીજાનો પરાભવ, બીજાની નિંદા, બીજાના ગુણો ઉપર દોષ આરોપવાર, (૫) બીજાની જાતિ હલકી પ્રગટ કરવી, (૭) કોઈનો પણ ઉપકાર ન કરવો, અક્કડતા, અવિનય, વડિલને દેખી ઊભા ન થવું, આસન ન આપવું, આ બધા માનના અર્થ છે. તે ઉપરાંત જાતિ, કુળ, બળ, વિદ્યા, ધન વગેરે વડે હું ચડિયાતો છું મારા કરતાં તે દરેક રીતે ઉતરતી કક્ષાનો છે. એનું હું શા માટે સહન કરી લઉં ? આવા પ્રકારના વિચાર કરવા તેને માન કહેવાય છે. ' - કર્મ સાહિત્યમાં માનના ચાર પ્રકારો બતાવ્યા છે. (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજવલન. તેના અર્થ આદિ નીચે પ્રમાણે છે. (૧) અનંતાનુબંધી માન" -
શાસ્ત્રીય ગ્રંથોમાં ચારેય પ્રકારના માનને જુદી જુદી ઉપમા આપી સમજાવેલ છે. પ્રથમ અનંતાનુબંધી માન તે પથ્થરના સ્તંભ સમાન છે. પથ્થરનો સ્તંભ (થાંભલો) જરાપણ નમતો નથી. તેવી જ રીતે અનંતાનુબંધી માનવાળો જીવ જરાપણ નમતો નથી. ગમે તેવા નિમિત્ત ઉત્પન્ન થવા છતાં તે અક્કડ જ રહે છે. અનંતાનુબંધી માનના પરિણામવાળા જીવો સમ્યક્ત પામી શકતા નથી. મિથ્યાત્વમાં રચ્યાપચ્યા રહેતા હોવાથી કરીને નરકમાં જાય છે.
૨૩૩