________________
અપ્રત્યાખ્યાની ક્રોધ" - બીજો અપ્રત્યાખ્યાની ક્રોધ તે કઠણ પૃથ્વીની ફાટ સમાન છે. પૃથ્વીમાં પડેલી ફાટ એટલે ચિરાડ. જ્યારે બાર મહિને વરસાદ વરસે છે. ત્યારે તે પુરાઈ જાય છે. તેવી જ રીતે આ ક્રોધના પરિણામવાળો હોય તેનો ક્રોધ ૧૨ મહિના પહેલાં સમતો નથી. આ ક્રોધ સાથે નલલેશ્યાવાળો જીવ તિર્યંચગતિમાં જાય છે. પ્રત્યાખ્યાની ક્રોધ :
ત્રીજો પ્રત્યાખ્યાની ક્રોધ તે રેતીમાં પડેલી રેખા સમાન છે. રેતીમાં પડેલી રેખા પવન આવવાથી ભૂંસાઈ જાય છે. આ ક્રોધ પણ ચાર મહિના સુધી રહે છે. પછી રહેતો નથી. આવા ક્રોધવાળો કાપોતલેશ્યાવાળો જીવ મનુષ્યગતિને પ્રાપ્ત કરે છે. ચાર મહિના પછી આ ક્રોધ સમી જવાના કારણે પરિણામો ઉગ્ર રહેતાં નથી. પરિણામો ઋજુ થઈ જવાના કારણે જીવ ગુણસ્થાનમાં આગળ જઈ શકે છે. સંજવલન ક્રોધ:
ચોથો સંજવલન ક્રોધ તે પાણીમાં પડેલી રેખા સમાન છે. પાણીમાં રેખા પડે ખરી પરંતુ તરત જ ભૂંસાઈ જાય છે. તેમ સંજવલન ક્રોધ ૧૫ દિવસ સુધી જ ટકે છે. પાણીની રેખાને પુરાતાં વાર ન લાગે તેમ આ સંજવલન ક્રોધને શાંત થતાં વધારે સમય ન લાગે. આ ક્રોધનો પણ ઉપશમ થઈ જતાં જીવ છઠ્ઠા ગુણસ્થાનથી ઉપર ચડી શકે છે. આ ક્રોધના પરિણામવાળો તેજોલેશ્યાવાળો જીવ મરીને દેવગતિમાં જાય છે. ક્રોધના આગમિક અન્ય પ્રકારો
: પ્રજ્ઞાપના સૂત્રમાં ૧૪મા પદમાં ક્રોધના બીજા ચાર પ્રકારો બતાવેલા છે. (૧) આભોગ નિવર્તિત એટલે ઉપયોગપૂર્વક ઉત્પન્ન કરેલ હોય. (૨) અનાભોગ નિવર્તિત એટલે ઉપયોગ વિના ઉત્પન્ન કરાવેલ હોય. (૩) ઉપશાંત અને (૪) અનુપશાંત
આ ઉપરાંત આ જ સૂત્રમાં બીજા પણ ક્રોધના ચાર પ્રકારો બતાવ્યા છે. (૧) પ્રથમ આત્મા પ્રતિષ્ઠિત ક્રોધ તે પોતાના ઉપર કરે છે. (૨) બીજો પર પ્રતિષ્ઠિત ક્રોધ એટલે બીજાના ઉપર ક્રોધ કરે છે. (૩) ત્રીજો ઉભય પ્રતિષ્ઠિત એટલે પોતાના અને બીજા ઉપર ક્રોધ કરે છે. (૪) ચોથો અપ્રતિષ્ઠિત એટલે કોઈ પણ કારણ ન હોય છતાં પણ ક્રોધ કરે છે. પ્રથમના ત્રણ પ્રકારના ક્રોધની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ કારણ હોય
૨૯