________________
છે. જ્યારે ચોથા પ્રકારના ક્રોધની ઉત્પત્તિમાં કોઈ કારણ હોતું નથી. ક્રોધનાં પરિણામો:
ક્રોધનાં જુદાં જુદાં પરિણામો આવે છે, તે નીચે પ્રમાણે છે.
ક્રોધી વ્યક્તિ જરૂરી કે બિનજરૂરી, ધર્મ કે અધર્મ, કર્મ કે અકર્મ, યશ કે અપયશ, કીર્તિ કે અપકીર્તિ, કાર્ય કે અકાર્ય, ભક્ષ્ય કે અભક્ષ્ય, ગમ્ય કે અગમ્ય, વાચ્ય કે અવાચ્ય, પેય કે અપેય, સદ્ગતિ કે દુર્ગતિ, પથ્ય કે અપથ્યનો વિવેક કરતો નથી. ખોટા વિકલ્પોથી કોપાયમાન થયેલ અને મહાપાપ સમૂહથી ભરેલો મનુષ્ય સગાભાઈ બહેનોને પણ મારી નાંખે છે. દશ. સૂત્રના આઠમા અધ્યયનની ૩૦મી ગાથામાં કહ્યું છે કે જેમ ચીનગારીઓની વૃષ્ટિ થવાથી લોકો ઉદ્વિગ્ન થઈ જાય છે, તેમ ક્રોધ રૂપી અગ્નિથી પ્રજ્વલિત હૃદયવાળાનાં વચનોથી લોકો વિરક્ત થઈ જાય છે. તેથી ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. વળી ક્રોધ પુનર્ભવમાં મૂળ કારણ મિથ્યાત્વ આદિનું સિંચન કરે છે. તેથી વારંવાર જન્મ મરણ કરવાં પડે છે. ક્રોધ પોતાને પરિતાપ ઉપજાવે છે. અને બીજા સર્વને પણ ઉગ કરાવનાર થાય છે. વેરની પરંપરા ઉત્પન્ન કરાવીને સદ્ગતિનો નાશ કરે છે. ક્રોધરૂપી અગ્નિ તે આઠ વર્ષ ન્યૂન એવા પૂર્વ ક્રિોડી વર્ષ સુધીનાં તપ અને ચારિત્રથી જે શુભ કર્મ ઉપાર્જન કર્યું હોય તેને અલ્પકાળમાં બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે.
ક્રોધી વ્યક્તિનું મોટું લાલ થઈ જાય છે. હોઠ ફરકવા માંડે છે અને શરીર ધ્રુજવા લાગે છે. ક્રોધી વ્યક્તિ આ લોક અને પરલોકનું સુખ છેદી નાંખે છે. પોતાનો અને બીજાનો અનર્થ કરે છે. ક્રોધમાં અંધ બનેલા નિર્દયી વ્યક્તિઓ માતા, પિતા, ગુરુ, મિત્ર, બાંધવ અને પત્નીને પણ મારી નાંખે છે. ક્રોધનાં કાર્યો કરનાર જીવ સજ્જડ પાપ કર્મ કરે છે.
ઉપદેશમાલામાં કર્તાએ ક્રોધને સર્પની ઉપમા આપી છે. જે રીતે પુરુષ ભયંકર, પ્રચંડ અને દાઢમાં રહેલા ઝેરવાળા સર્પને લાકડી-ઢેફાં આદિથી માર મારે છે. તેના કારણે તે મારનારનો વિનાશ તેજ સર્પના ઝેર ઉડવાથી થાય છે. ક્રોધની ઉદીરણા કરનાર પોતાના અનેક મરણ પામે છે.
૨૩૦