________________
પ્રથમ ક્રોધનો અર્થ બતાવેલ છે. (૭) જે કોઈ અપરાધી કે અનપરાધી વિશે ખોટા વિચારો કરવા, પારકાને બાંધવાના, ઘાત કરવાના, ચાબુકથી મારવાના, અંગરચ્છેદ કરવાના વિચારો મનમાં ઉત્પન્ન થાય તેને ક્રોધ કહેવાય છે. વળી બીજા પણ ક્રોધના જુદા-જુદા અર્થ આગમોમાં, ગ્રંથોમાં બતાવેલા છે. જેમ કે (૮) અપ્રીતિ, સામસામાં વચનો સંભળાવવાં, ખાર એટલે કે બીજા પર દુષ્ટ આશય રાખવો, અને પરસ્પર મત્સર એટલે એક બીજાએ ઈષ્ય રાખવી. ક્રોધની વ્યાખ્યા કર્યા બાદ ક્રોધના ૪ પ્રકારો વર્ણવ્યા છે. તેને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કહે છે.
અનંતાનુબંધી - ચાર કષાય અનંતા સંસારના મિથ્યાત્વનો ઉદય કરે છે. ખૂબ તીવ્ર અસર કરે તેવું એક વખત બંધાયેલું આ જાતનું કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે પણ એટલા જોરથી ઉદયમાં આવે કે ફરીથી પહેલાં જેવાં જ લગભગ ઉગ્ર કર્મો બંધાય, આ એ રીતે સમજી શકાય કે એક વખત બંધાયેલા કર્મની ખરાબીનું જોર બીજા અનંતવાર કર્મ બંધાય ત્યાં સુધી પહોંચે છે. આ કર્મો સાચી સમજ થવા દેતા નથી. આ જાતના કષાયોવાળાનો વૈરાનુબંધ ઘણો તીવ્ર હોય છે. તેના સદૂભાવમાં સમકિતની પ્રાપ્તિ થતી નથી. અનંતાનુબંધી કષાય ઉત્કૃષ્ટ જાવજીવ સુધી રહે છે.
અપ્રત્યાખ્યાની - ચાર કષાયના ઉદયથી થોડુંક પણ પચ્ચખાણ ઉદયમાં આવતું નથી. સાચી સમજ હોવા છતાં આ કષાયો કોઈ પણ પ્રકારનો ત્યાગ થવા દેતા નથી. તે કષાય એક વર્ષ સુધી રહે છે.
પ્રત્યાખ્યાન કષાય સર્વવિરતિરૂપ પચ્ચખાણ કરવા દેતાં નથી. તે કષાય ચાર માસ સુધી રહે છે. સંજ્વલન કષાય સહેજ આત્મગુણને બાળનાર છે. ચારિત્રીયાને પણ (ઉદય આવે) બાળે છે. તે કષાય ૧૫ દિવસ સુધી રહે છે.
અનંતાનુબંધી ક્રોધ કે ચારેય પ્રકારના ક્રોધને જુદી જુદી ઉપમા આપેલ છે. પ્રથમ અનંતાનુબંધી ક્રોધ તે પર્વતમાં પડેલી ફાટ સમાન છે. પર્વતમાં પડેલી ફાટ કોઈ દિવસ પુરાતી નથી. તેવી જ રીતે જિંદગીના અંત સુધી કૃષ્ણલેશ્યાવાળા ક્રોધિત આત્માનો અનંતાનુબંધી ક્રોધ સમતો નથી. સતત તે ક્રોધથી ધગધગતો રહે છે. તેવી લેશ્યા અને ક્રોધના પરિણામનાં કારણે તેવો જીવ નરકગતિમાં જાતિ છે.
૨૨૮