________________
(હું) કષાય દ્વારા
ક્રોધનું સ્વરૂપ”
દંડક પ્રકરણમાં દંડકના ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. વિવેચનમાં દા દ્વારમાં કષાય વિષયક વિચારણા કરેલ છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે પ્રમાણે છે. કષાયના અર્થો -
શાસ્ત્રમાં કષાયના જુદા જુદા અર્થો કરવામાં આવ્યા છે. (૧) જે કર્મ રૂપી ક્ષેત્રને ખેડીને સુખ, દુઃખરૂપી ધાન્યની ઉપજને વાવે છે તેને કષાય કહે છે. “કષ' એટલે સંસાર, તેનો “આય” એટલે લાભ અપાવે, તે સંસારનું કર્મ પરંપરાનું મૂળ આ કષાય છે' (૨) જે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત અથવા કર્મથી મલિન કરે છે. તેને કષાય કહે છે. તુન્ ધાતુથી કષાય શબ્દ બન્યો છે. ધાતુને ૬ આદેશ થઈ જાય છે (૩) જે સુખ દુઃખરૂપી ઉપજને માટે કર્મક્ષેત્રને ષત્તિ અર્થાતુ ખેડે છે. અથવા જે જીવને કલુષિત કરે છે તેને કષાય કહે છે. (૪) નવાં કર્મો બંધાવીને આત્માનો સંસાર વધારી મૂકે તેને પણ કષાય કહે છે. (૫) આત્માની અંદરના અશુભ-કલુષ પરિણામને કષાય કહે છે. (૬) કષાય એટલે મલિનતા. કર્મ બંધનું મુખ્ય કારણ કષાયરૂપી આત્માની વિભાવિક મલિનતા છે. કર્મો સંસારનું કારણ છે. કષાયના રસથી મળીને જે કંઈ પણ બહાર આવશે તે મલિન, અપવિત્ર અને અશુદ્ધ જ આવે છે.''
આગમોમાં, કર્મગ્રંથમાં કષાયના ચાર પ્રકાર બતાવેલા છે. ક્રોધ, માન, માયા અને લોભ.
ક્રોધના અર્થો - આગમમાં ક્રોધના ભિન્ન-ભિન્ન અર્થો કરવામાં આવ્યા છે.
૨૭.