________________
જેવું અત્યંત પાતળું હોય છે તે પ્રત્તરવૃત્ત સંસ્થાન છે. તેમાં પ્રત્તરવૃત્ત સંસ્થાન બે પ્રકારનાં છે. ઓજ પ્રદેશિક અને યુગ્મ પ્રદેશિક. તેમાં પ્રદેશવાળું જઘન્ય પાંચ પ્રદેશોવાળું છે. અને પાંચ પ્રદેશોમાં અવગાહ થાય છે. ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી છે અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાહ થાય છે. યુગ્મ પ્રદેશવાળું પ્રત્તરવૃત્ત સંસ્થાન જઘન્ય ૧૨ પ્રદેશી, અને ૧૨ પ્રદેશ અવગાહી હોય છે. ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશીને અસંખ્યાત પ્રદેશ અવગાહી હોય છે.
ઘનવૃત્ત સંસ્થાન બે પ્રકારનાં છે. ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં ઓજ પ્રદેશી ઘનવૃત્ત જઘન્યથી ૭ પ્રદેશી અને ૭ પ્રદેશ અવગાહી છે. યુગ્મ પ્રદેશી ઘનવૃત્ત જધન્યથી ૩૨ પ્રદેશી અને ૩૨ પ્રદેશ અવગાહી છે. ઉત્કૃષ્ટથી બંનેના ઉપર જણાવેલ ઓજ પ્રદેશીના ઉત્કૃષ્ટ ઓજ ધનવૃત્ત પ્રમાણે જ જાણવું.
(૩) ત્ર્યમ્ર સંસ્થાન :
ત્રિકોણાકારે ત્ર્યસ્ર સંસ્થાન છે. તેના પણ બે પ્રકાર છે. ઘન ત્ર્યમ્ર અને પ્રત્તર ત્ર્યસ્ર. તે બંનેના બે બે પ્રકાર છે. ઓજ પ્રદેશિક અને યુગ્મ પ્રદેશિક. ઓજ પ્રદેશિક પ્રત્ત વ્યગ્ન સંસ્થાન જઘન્ય ત્રણ પ્રદેશી છે અને આકાશના ત્રણ પ્રદેશોમાં અવગાહ થાય છે. અને યુગ્મ પ્રદેશી પ્રત્તર ત્ર્યમ્ર સંસ્થાન જધન્યથી છ પ્રદેશી અને આકાશના છ પ્રદેશોમાં અવગાહ થાય છે. ઉત્કૃષ્ટથી તે બંનેના પ્રદેશો આગળ પ્રમાણે જાણવા.
હવે ઓજ પ્રદેશી ઘનઋગ્ન સંસ્થાન જઘન્યથી ૩૫ પ્રદેશી છે. ૩૫ આકાશ પ્રદેશીનો અવગાઢ થાય છે. યુગ્મ પ્રદેશી ઘનઋગ્ન સંસ્થાન જધન્યથી ચાર પ્રદેશીને ચાર પ્રદેશોનો અવગાઢ થાય છે. ઉત્કૃષ્ટથી તે બંનેના પ્રદેશો આગળ પ્રમાણે જાણવા. (૪) ચતુરસ સંસ્થાન :
ચતુરગ્ન સંસ્થાન ચોરસ આકારે છે. ચાર ખૂણાવાળું સંસ્થાન છે. ચતુરસ સંસ્થાનના પણ બે ભેદ છે. ધન ચતુસ્ર અને પ્રત્તર ચતુસ્ર. તે બંનેના બે બે ભેદ છે. તે ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી તરીકે ઓળખાય છે.
ઓજ પ્રદેશી પ્રત્તર ચતુરસ્ર સંસ્થાન જઘન્યથી ૯ પ્રદેશી અને આકાશમાં નવ પ્રદેશોમાં અવગાહ થાય છે. યુગ્મ પ્રદેશી પ્રત્તર ચતુસ્ર સંસ્થાન - તે જધન્યથી ચાર
૧૯