________________
પ્રદેશ અને તેનો ચાર પ્રદેશોમાં અવગાહ થાય છે. ઉત્કૃષ્ટથી તે બંનેના પ્રદેશો આગળ પ્રમાણે જાણવા.
ઓજ પ્રદેશી ઘન ચતુરગ્ન સંસ્થાન જઘન્યથી ૨૭ પ્રદેશી અને ૨૭ પ્રદેશોનો અવગાહી છે અને યુગ્મ પ્રદેશી ઘન ચતુરગ્ન સંસ્થાન જઘન્યથી ચાર પ્રદેશ અને આકાશના ચાર પ્રદેશોની અવગાહી છે. ઉત્કૃષ્ટથી બંનેના આગળ પ્રમાણે પ્રદેશો જાણવા. (૫) આયત સંસ્થાન :
આયત સંસ્થાન ત્રણ પ્રકારનાં કહ્યાં છે. શ્રેણી આયત, પ્રતરાયત અને ઘનાયત. તેમાં પ્રદેશોની શ્રેણીરૂપ જે હોય તે શ્રેયાત છે. તે બે પ્રકારનાં છે. ઓજ પ્રદેશી. અને યુગ્મ પ્રદેશી.
ઓજ પ્રદેશી આયત સંસ્થાન જઘન્યથી ત્રણ પ્રદેશ અને ત્રણ આકાશ પ્રદેશોમાં અવગાહી છે. યુગ્મ પ્રદેશી આયત સંસ્થાન જઘન્યથી બે પ્રદેશી અને બે પ્રદેશોમાં અવગાહી હોય છે. ઉત્કૃષ્ટથી બંનેના પ્રદેશો ઉપર પ્રમાણે જાણવા.
પ્રતરાયત આયત સંસ્થાન પણ બે પ્રકારનાં છે. ઓજ પ્રદેશ પ્રતરાયત જઘન્યથી ૧૫ પ્રદેશી અને ૧૫ પ્રદેશોમાં અવગાહી છે. અને યુગ્મ પ્રદેશ પ્રતરાયત જઘન્યથી છ પ્રદેશ અને છ પ્રદેશોમાં અવગાહી છે. ઉત્કૃષ્ટથી બંનેના પ્રદેશો ઉપર પ્રમાણે જાણવા.
ઘનાયત આયત સંસ્થાન પણ બે પ્રકારનાં છે. ઓજ પ્રદેશી ઘનાયત જઘન્યથી ૪૫ પ્રદેશ અને ૪૫ પ્રદેશોમાં અવગાઢ હોય છે. અને યુગ્મ પ્રદેશી ઘનાયત જઘન્યથી ૧૨ પ્રદેશ અને ૧૨ પ્રદેશોમાં અવગાઢ હોય છે. ઉત્કૃષ્ટથી બંનેના પ્રદેશો ઉપર પ્રમાણે જાણવા.
(૯) પરિમંડલ સંસ્થાન :
પરિમંડલ સંસ્થાનમાં બે ભેદ છે. ઘન પરિમંડલ અને પ્રત્તર પરિમંડલ.. પ્રતરપરિમંડલ સંસ્થાન જઘન્યથી ૨૦ પ્રદેશ છે અને ૨૦ પ્રદેશોમાં તેનો
૨૨૦