________________
એટલે કે કુબડાપણાને કુલ્ક સંસ્થાન કહે છે. (૫) વામન સંસ્થાન :
જેની છાતી ને પીઠ પ્રમાણસર હોય અને હાથ, પગ, મસ્તકને ડોક પ્રમાણહીન હોય છે. અર્થાત્ જે કર્મના ઉદયથી પીઠથી નીચેના શરીરની દીર્ઘતા હોય છે તેને વામન સંસ્થાન કહે છે. (૯) હુંક સંસ્થાન
જેનાં દરેક અંગોપાંગ પ્રમાણહીન હોય અર્થાત્ સમાનતા રહિત અનેક આકારવાળા પથ્થરોથી ભરેલી મશક સમાન બધી બાજુથી વિષમ આકારને હુંડ કહે છે. તેના સંસ્થાનની સમાન સંસ્થાન જેનું હોય તેનું નામ હુંડક સંસ્થાન છે. વળી બીજા પાંચ પ્રકારનાં સંસ્થાન છે. (૧) પરિમંડળ સંસ્થાન
પરિમંડલ સંસ્થાનનો સમૂહ યવના આકાર જેવો થઈ જાય છે. યવના આકાર જેવું પરિમંડલ સંસ્થાન છે. તેમાં જઘન્ય પ્રદેશવાળા દ્રવ્યોની પહેલી પંક્તિ સ્વભાવથી અલ્પ હોવાના કારણે નાની હોય છે. અને બાકીની અધિક, અધિકતર પ્રદેશવાળા દ્રવ્યોની હોવાથી મધ્યભાગમાં દીર્ઘ અને દીર્ઘતર હોય છે. તે પછીની છેલ્લી પંક્તિ ઉત્કૃષ્ટ પ્રદેશોવાળા દ્રવ્યોનું અત્યંત અલ્પપણું હોવાથી નાની થાય છે. આ પ્રમાણેનો આકાર થવાથી તુલ્ય પ્રદેશવાળા જુદા પરિમંડલ દ્રવ્યો દ્વારા ક્ષેત્ર યુવાકારપણાથી યુક્ત થઈ જાય છે. પરિમંડલ સંસ્થાન અનંત છે. સાતેય નરકની પૃથ્વીમાં, તેમ જ સૌધર્મકલ્પથી લઈને પાંચ અનુત્તર વિમાનોમાં અને સિદ્ધશીલામાં પરિમંડલ સંસ્થાન અનંત છે. એ જ પ્રમાણે વૃત્ત, વ્યગ્ન, ચતુરગ્ન, અને આયત એ સંસ્થાનોને પણ અનંત જ કહેલ છે. (૨) વૃત્ત સંસ્થાન :
વૃત્ત સંસ્થાનના બે પ્રકાર છે. ઘનવૃત્ત અને પ્રત્તરવૃત્ત. જે સંસ્થાન મોદકની જેમ બધી બાજુથી સરખા પ્રમાણવાળું હોય છે તે ઘનવૃત્ત સંસ્થાન છે. તથા જે સંસ્થાન રોટલી
૨૧૮