________________
અનિઘંસ્થ.
જો કે અહિં અસ્થિસ્થ સંસ્થાનની વિવક્ષા કરી નથી. કેમ કે આ સંસ્થાન બીજા સંસ્થાનોથી થવાવાળું છે. સંસ્થાનના ભેદોનું વિવેચન - આગમમાં સંસ્થાન :
જે શરીર સંસ્થાન નામ છે તેના છ પ્રકારના ભેદોનું વિવેચન નીચે મુજબ છે. (૧) સમ ચતુરસ સંસ્થાન :
ઉપર, નીચે અને મધ્યમાં કુશળ શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવેલા સમચક્રની જેમ ચારે બાજુથી સમાન રૂપથી શરીરના અવયવોની રચના થવી તેને સમચતુરગ્ન શરીર સંસ્થાન કહે છે. (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન -
- વડના ઝાડની જેમ નાભિથી ઉપરનો વિશાળ અર્થાત્ ભારે શરીર હોય અને નીચે લઘુપ્રદેશોની રચનાને અર્થાત સૂક્ષ્મ હોય તેને ન્યગ્રોધ પરિમંડલ કહે છે. જ્યગ્રોધ વટવૃક્ષ કહે છે. તેના પરિમંડલની સમાન પરિમંડલ જે શરીરનું હોય છે તેને ન્યગ્રોધ પરિમંડલ કહે છે. જે શરીર નીચે સૂક્ષ્મ અને ઉપર વિશાળ હોય છે. તે ન્યગ્રોધ પરિમંડલ શરીર સંસ્થાન છે. (૩) સાદિ સંસ્થાન કે સ્વાતિ સંસ્થાન
" ન્યગ્રોધથી ઊલટું ઉપર લઘુ અને નીચે ભારે રચનાને સાદિ સંસ્થાન કહે છે. અર્થાત્ નાભિથી ઉપરનો ભાગ સૂક્ષ્મ હોય અને નીચેનો ભાગ વિશાળ હોય તેને સાદિ સંસ્થાન કહેવાય છે. સ્વાતિ નામ શાલ્મલિવૃક્ષનું છે. તેના આકાર જેવો આકાર જે શરીરનો હોય તે સ્વાતિ કે સાદિ સંસ્થાન છે. (૪) કુજ સંસ્થાન :
જેના હાથ, પગ, મસ્તક અને ડોક પ્રમાણસર અને લક્ષણયુક્ત હોય તથા પીઠ અને છાતી પ્રમાણહીન હોય છે. અર્થાત પીઠની ઉપર ઘણા પુગલોનો પિંડ થઈ જાય,
લકાના જે
જ
૧છે.