________________
(૫મું) સંસ્થાન દ્વારા
દંડક પ્રકરણમાં ૨૪ કારોની શાસ્ત્રીય ચર્ચા - સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આ વિચારણામાં પાંચમા દ્વારમાં સંસ્થાન વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે અનુસાર છે. સંસ્થાનના અર્થો :
શાસ્ત્રમાં સંસ્થાન શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) સંસ્થાનનો અર્થ આકૃતિ છે. જેના ઉદયથી ઔદારિકાદિ શરીરોની આકૃતિ બને છે તે સંસ્થાન નામ કર્મ છે. (૨) જેના દ્વારા સંસ્થિત થાય છે તેને સંસ્થાન કહે છે. ત્રિકોણ, ચતુષ્કોણ અને ગોળ આદિ આકારને સંસ્થાન કહે છે. સંસ્થાનના પર્યાય -
આગમમાં આકાર, આકૃતિ એ સંસ્થાનના પર્યાયવાચી શબ્દો છે.
સંસ્થાનના ભેદો - શાસ્ત્રમાં દર્શાવેલ સંસ્થાનોને છ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. રજે શરીર સંસ્થાન નામ છે. તે છ પ્રકારનાં છે -
(૧) સમચતુરગ્ન (૨) ન્યગ્રોધ પરિમંડલ (૩) સાદિ (૪) કુન્જ (૫) વામન અને (૬) હુંડક સંસ્થાન. વળી સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે :
(૧) પરિમંડલ (૨) વર્તુળ (૩) ચંસ (૪) ચતુરગ્ન (૫) આયત અને (૬)
૧૬