________________
થાય છે.
દેવોમાં બધાથી ઓછા આહાર સંજ્ઞામાં ઉપયુક્ત હોય છે. કેમ કે દેવોને આહારની ઇચ્છાનો વિરહકાળ ઘણો લાંબો હોય છે. અને આહાર સંજ્ઞાનો ઉપયોગ કાળ ઘણી ઓછો હોય છે. તેનાથી ભય સંજ્ઞામાં ઉપયુક્ત દેવો સંખ્યાતગુણા અધિક છે. કેમ કે ભયસંજ્ઞા ઘણા અને લાંબા સમય સુધી રહે છે. તેથી મૈથુન સંજ્ઞાવાળા દેવો સંખ્યાતગુણા અધિક છે. તેનાથી પરિગ્રહવાળા દેવો સંખ્યાતગુણા અધિક હોય છે. કેમ કે પરિગ્રહસંજ્ઞાનો જનક, રૂચક, મણિ, રત્ન આદિ તેઓને સદા પ્રાપ્ત થતા રહે છે.
જીવ સંશી છે. અસંશી છે. અથવા નોસંશી છે અને નોઅસંશી પણ છે ઃ
જીવ સંશી પણ છે. અસંશી પણ છે. અને નો સંશી-નોઅસંશી પણ છે.
સંજ્ઞાનો અર્થ છે અતીત, અનાગત અને વર્તમાન ભવોના સ્વભાવની વિચારણા. એ પ્રકારની સંજ્ઞાવાળા જીવ સંશી કહેવાય છે. અર્થાત્ જેમનામાં માનસિક જ્ઞાન તેમ જ વિશિષ્ટ સ્મૃતિ મળી આવે તે સંશી કહેવાય છે. તેમનાથી વિપરીત અર્થાત્ જેમનામાં માનસિક જ્ઞાન ન હોય તે અસંશી કહેવાય છે. જે સંશી અને અસંજ્ઞી બન્ને કોટીઓથી અતીત હોય તેવા કેવળી નોસંજ્ઞી-નોઅસંશી કહેવાય છે.
નાકીના જીવો સંજ્ઞી પણ છે. અસંશી પણ છે. નો સંશી- નો અસંશી નથી. જે સંશીના ભવથી નાકમાં ઉત્પન્ન થાય છે તે નારકી સંજ્ઞી કહેવાય છે. અને અસંશીના ભવથી નરકમાં ઉત્પન્ન થાય છે તેઓ અસંજ્ઞી કહેવાય છે. પણ તેઓ નોસંશી- નો અસંશી નથી હોતા કેમકે તેઓ કેવળી થઈ શકતા નથી. તેનું કારણ એ છે કે તેઓ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી. નારકોની જેમ જ ભવનપતિ અને વાણવ્યંતર પણ સંશી-અસંશી હોય છે. પણ નોસંશી-નોઅસંશી હોતા નથી.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સમૂચ્છિમ પંચેન્દ્રિય જીવો અસંશી હોય છે. એકેન્દ્રિયોમાં માનસિક વ્યાપારનો અભાવ હોય છે. વિકલેન્દ્રિયોમાં વિશિષ્ટ મનોવૃત્તિનો અભાવ હોય છે. કેવલી અને સિદ્ધો નોસંશી-નોઅસંશી હોય છે. કેવલીઓ (અરિહંતો)માં મનોદ્રવ્યોનો સંબંધ હોવા છતાં પણ તેઓ ત્રણેય કાળના પદાર્થોના સ્વભાવની પર્યાલોચનારૂપ સંજ્ઞાથી રહિત છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના
૨૧૨