________________
ક્ષય થઈ જવાથી તેઓ કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વારા જ સમસ્ત પદાર્થોને સાક્ષાત જાણે છે અને દેખે છે. એ કારણે તેમને નોસંજ્ઞી કહેલ છે અને સિદ્ધો દ્રવ્ય મનથી રહિત પોતાના કારણે નોસંજ્ઞી છે. અને સર્વજ્ઞ હોવાના કારણે નોઅસંજ્ઞી છે.
મનુષ્યો સંશી પણ હોય છે. અસંશી પણ હોય છે. અને નોસંજ્ઞી અને નોઅસંશી પણ હોય છે. કેમકે ગર્ભજ મનુષ્ય સંજ્ઞી હોય છે. સંમૂચ્છિક મનુષ્ય અસંશી હોય છે. અને કેવળી નોસંજ્ઞી-નોઅસંજ્ઞી હોય છે. પંચેન્દ્રિય તિર્યંચો નારકોના સમાન જાણવા. વિષયનો સંગ્રહ કરનારી ગાથાનો અર્થ -
નારક, તિર્યંચ, મનુષ્ય, ભવનપતિ, વાણવ્યંતર આદિ સંજ્ઞી અને અસંજ્ઞી હોય છે. એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય અસંશી જ હોય છે. જ્યોતિષી અને વૈમાનિક એ સંજ્ઞી જ હેય છે. સંજ્ઞાને જીતવાના ઉપાય
આત્મા અનાદિ કાળથી ચાર સંજ્ઞાઓનું સેવન કરતો આવે છે. આ સંજ્ઞાઓનાં સેવનથી નવાં કર્મો બાંધીને ચારગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્ઞાનીઓએ તે સંજ્ઞાઓને જીતવાના ઉપાયો પણ બતાવ્યા છે.
આ આહાર સંજ્ઞાને જીતવા માટે ૧૨ પ્રકારનાં તપ કરવાનું બતાવેલ છે. અણાહારક પદની પ્રાપ્તિ માટે તપનો આધાર જરૂરી છે. આત્માનો સ્વભાવ તો અણાહારક છે. કર્મના સંગે સુધા વેદનીયના કારણે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તપશ્ચર્યાથી આહાર સંજ્ઞાને જીતી શકાય છે.
ભય સંજ્ઞાને જીતવા માટે અભયને મેળવનારા શ્રી કેવલી અને તીર્થકરોનું સ્મરણ કરવું જોઈએ. નિર્ભયતાપૂર્વકની સાધના સફળ બને છે. આરાધના કરતાં ઉપસર્ગો, પરિસો, મુશ્કેલીઓ આવે છતાં આત્માના અભયરૂપ સ્વભાવને પિછાણી જે નિર્ભય બને છે તે ભય સંજ્ઞાને જીતી શકે છે.
મૈથુન સંજ્ઞાને જીતવા માટે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરવો જોઈએ. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રમણ કરવું. જે આત્મામાં રમણતા કરે છે. તેથી જ કહ્યું છે
૨૧૩