________________
કેમકે આહારની ઇચ્છા ફક્ત શરીરના પોષણ માટે હોય છે. જ્યારે પરિગ્રહની અભિલાષા શરીર માટે અને આયુધોને માટે પણ હોય છે. અને તે અધિકકાળ સુધી રહે છે. તેથી પૃચ્છાના સમયે પરિગ્રહ સંશામાં ઉપયુક્ત અધિક મળી આવે છે. તેથી ભય સંજ્ઞામાં ઉપયોગવાળા સંખ્યાતગુણા અધિક છે. કેમકે નરકમાં નારક જીવોને મૃત્યુ પર્યંત ભય વિદ્યમાન રહે છે.
તિર્યંચોમાં બહુલતાથી બાહ્ય કારણની અપેક્ષાએ આહારસંશામાં ઉપયોગવાળા છે. આંતરિક અનુભવની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં યાવત પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગવાળા છે.
તિર્યંચોમાં બધાથી ઓછા પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત હોય છે. કેમકે તેમને પરિગ્રહસંજ્ઞા અલ્પકાલિક હોય છે. તેનાથી મૈથુન સંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાતગણા અધિક છે. કેમકે મૈથુન સંજ્ઞાનો ઉપયોગ પ્રચરકાળ સુધી રહે છે. તેનાથી ભયસંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાતગુણા અધિક છે કેમકે તેઓને સજાતીય પ્રાણીઓ તથા તિર્યંચોત્તર પ્રાણીઓથી ભય રહ્યા કરે છે. અને ભયનો ઉપયોગ પ્રચુરતમ કાળ સુધી રહે છે. તેથી આહાર સંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાતગુણા અધિક છે. કેમકે તિર્યંચોમાં સર્વદા આહાર સંજ્ઞાનો સદ્ભાવ રહે છે.
મનુષ્યોમાં બહુલતાથી બાહ્ય કારણની અપેક્ષાએ મૈથુન સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે. આંતરિક અનુભવની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુકત થાય છે. - મનુષ્યોમાં બધાથી ઓછા ભયસંજ્ઞામાં ઉપયુક્ત હોય છે. કેમકે થોડા મનુષ્યોમાં થોડા સમય સુધી જ ભય સંજ્ઞાનો સદ્દભાવ રહે છે. તેનાથી આહાર સંજ્ઞામાં ઉપયુક્ત સખ્યાતગુણા અધિક છે. કેમકે આહાર સંજ્ઞા અધિકકાળ સુધી રહે છે. તેનાથી પરિગ્રહસંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાતગુણા અધિક છે. તેનાથી મૈથુન સંજ્ઞામાં ઉપયુક્ત મનુષ્યો સંખ્યાતગણા અધિક છે.
દેવો બહુલતાથી બાહ્ય કારણની અપેક્ષાએ પરિગ્રહસંજ્ઞામાં ઉપયુક્ત હોય છે. આંતરિક અનુભવની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત
૨૧૧