________________
ચિત્ત એવું હોય છે કે જે શરીરને છેદવા, ભેદવા, મારવા, જલાવવા છતાં પણ પોતાના આત્માને શરીરથી અલગ સમજીને ચલાયમાન થતા નથી. વર્ષાકાળ આદિના દુઃખોથી કંપાયમાન થતા નથી.
ઉપશમ શ્રેણી તથા ક્ષપકશ્રેણી પણ એ ઉત્તમ સંઘયણવાળા જ માંડી શકે છે. જે ક્ષપકશ્રેણી માંડે તે જ ૧૩મા ગુણસ્થાનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
- આ રીતે શાશ્વત સુખની પ્રાપ્તિ માટે આ ત્રણ ઉત્તમ સંઘયણનું આગમોમાં ખૂબ જ મહત્ત્વ બતાવેલ છે.
અર્ધ નારાચ સંઘયણ, કાલિકા સંઘયણ અને સેવાર્ય સંઘયણ એ ત્રણ સંઘયણ નિકૃષ્ટત્વ છે. મોક્ષ એ સંઘયણથી મેળવી શકાતો નથી. વજ>ઋષભ નારાચ આદિ ત્રણ ઉત્તમ સંઘયણ મોક્ષની પ્રાપ્તિ માટે સાધક છે. પરંતુ અંતિમ ત્રણ સંઘયણ બાધક નથી બનતાં, ઉત્તમ સંઘયણવાળા જેટલી તેમનામાં ક્ષમતા હોતી નથી. પુણ્યની પ્રકૃત્તિમાં તો એક વજઋષભ નારાજી સંઘયણ જ છે. બાકીના ૫ સંઘયણ પાપની પ્રકૃતિમાં આવે છે. પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવામાં બાધક હોતાં નથી.
ટિપ્પણી :
૧. ૨.
અભિધાન રાજેન્દ્ર ભા. ૭. પૃ. ૮૨ થી ૮૩. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૪. પૃ. ૧૫૬.
૩. ૪.
સ્થાનાંગ, કર્મ. ૧, ગા. ૩૭-૩૮. દંડક પ્રકરણ ગા. ૧૧
૫.
સમ. સૂ. ૧૯૩.
૬.
પ્રજ્ઞા. પદ, ૨૩.
પ્રવ. દ્વાર. ૬૫.
૨૦૫