________________
(૪થું) સંજ્ઞાકાર
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા - સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આ વિચારણામાં ૪થા દ્વારમાં સંજ્ઞા વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે મુજબ છે. સંજ્ઞાના અર્થો :
શાસ્ત્રમાં સંશા શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહના ભેદથી અવગ્રહજ્ઞાન બે પ્રકારનું છે. વ્યંજનાવગ્રહના ઉત્તરકાળે જે જ્ઞાન વિશેષ થાય છે તેને સંજ્ઞા કહે છે.'
(૨) જેનાથી બાધિત થઈને જીવ આ લોકમાં દારુણ દુઃખને પ્રાપ્ત કરે છે તેને સંજ્ઞા કહે છે. (૩) જેના દ્વારા સંજ્ઞાન થાય છે (૪) ઇચ્છાને (૫) નાઇજિયાવરણ કર્મના ક્ષયોપશમ અથવા તેનાથી જન્ય જ્ઞાનને (૬) આહારાદિ વિષયોની અભિલાષાને, નામના અર્થને, (૭) જ્ઞાનના અર્થને (૮) આભોગને (૯) મનોવિજ્ઞાન તેમજ ઘટ, પટ આદિ લક્ષણને, (૧૦) હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગની પરીક્ષા કરવામાં મનના વ્યાપારને સંજ્ઞા કહેવાય છે. આમ સંજ્ઞાના વિવિધ અર્થો પ્રાપ્ત થાય છે. સંજ્ઞાના પર્યાયો :
આગમમાં વાંછા, અભિલાષા, મતિ, સ્મૃતિ અને ચિંતા એ સંજ્ઞાના પર્યાયવાચી શળે છે.
૨૦૬