SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. - એક થી છ સંયઘણવાળા પક્ષી, ભુજંગ, સિંહ, મત્સ્ય અને મનુષ્ય ૩જા નરક સુધી જાય છે. એક થી છ સંઘયણવાળા ભુજપર, પક્ષી, ભુજંગ, સિંહ, મત્સ્ય અને મનુષ્ય બીજા નરક સુધી જાય છે. ૧ થી ૬ સંઘયણવાળા અસંજ્ઞી, ભુજપર, પક્ષી, ભુજંગ, સિંહ મત્સ્ય અને મનુષ્ય ૧લા નરક સુધી જાય છે. સિદ્ધાંતભેદ (વિભિન્ન માન્યતાઓ). કર્મગ્રંથમાં એકેન્દ્રિય જીવોને અસંઘયણી બતાવ્યા છે. તેમના શરીરમાં હાડકાં ન હોવાથી અસંયઘણી કહ્યા છે. સમવાયાંગ સૂત્રમાં એકેન્દ્રિય જીવોને સેવાર્ય સંઘયણ બતાવેલ છે. કેમ કે ઔદારિક શરીરમાં ૭ ધાતુનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં હાડકાંનો પણ સમાવેશ થાય છે. એકેન્દ્રિય જીવોમાં બળની અપેક્ષાએ, જ્ઞાનીઓએ બતાવેલ છે. માટે એકેન્દ્રિયમાં સેવાર્ત સંઘયણ હોય છે. પ્રથમ ત્રણ ઉત્તમ સંહનાનનું મહત્ત્વ : આદિના અર્થાત્ પ્રથમ ત્રણ ઉત્તમ સંઘયણ છે. એટલે કે વજઋષભ નારાચ સંઘયણ, ઋષભ નારા સંઘયણ અને મારા સંયઘણ આ ત્રણ સંઘયણને ઉત્તમ કહેલ છે. ઉપરોક્ત ત્રણ ઉત્તમ સંઘયણમાંથી મોક્ષનું કારણ પ્રથમ સંઘયણ હોય છે. ધ્યાનનાં કારણો તો ત્રણ છે. કેમ કે ઉત્તમ સંઘયણવાળા જ ઘણા સમય સુધી ધ્યાન ધારણ કરી શકે છે. અન્ય સંઘયણવાળા ધ્યાન ધારણ કરી શકતા નથી. જેને શુકલ લેશ્યા હોય છે તે જ વજઋષભ નારાચ સંઘયણના સ્વામી હોય છે. શુક્લધ્યાન પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. કેમકે આ સંઘયણવાળોનું જ ૨૦૪
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy