________________
(૯) સેવાર્ય સંઘયણ -
આ સંઘયણમાં હાડકાંઓ એકબીજાના ખૂણાઓ વડે મળેલાં રહે છે. આ પ્રકારનાં સંઘયણવાળું શરીર તેલના માલીશની અને થાક લાગે ત્યારે વિશ્રામ આદિ રૂપ પરિશીલતાની અપેક્ષા રાખે છે. તેથી એવા સંઘયણને સેવાર્ત (છેવટનું) સંઘયણ કહે છે.
દેડકમાં સંઘયણ*:- .
थावर-सुर नेरइया, अस्संघयणाय विगला छेवट्ठा ।
संघयण-छगं गब्भय-नरतिरिएसु वि मुणेयव्वं ॥११॥ ગાથાર્થ - પાંચ સ્થાવરના દંડકો, દેવોના ૧૩ દંડકો અને એક નારકના દંડક એમ ૧૯ દંડકમાં સંઘયણ નથી. કેમકે એ જીવોનાં શરીરમાં હાડકાં નથી અને સંઘયણ તો હાડકાંનાં બંધારણને કહેવામાં આવે છે. વિક્લેન્દ્રિયોમાં સેવાર્ય સંઘયણ છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાંના કેટલાક જીવો સ્પષ્ટ કઠીન હાડકાવાળાં છે. તો કોઈ અસ્પષ્ટ કોમળ હાડકાવાળાં છે. માટે એ ત્રણ વિક્લેન્દ્રિયોને સેવાર્ય સંઘયણ છે. ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ તિર્યંચોને છ એ સંઘયણ હોય છે. પરંતુ એક જીવને સમકાળે તો એક જ સંધયણ હોય છે.
આગમમાં સંઘયણ :
નારકી જીવો અસંઘયણી હોય છે. તેમને અસ્થિ હોતાં નથી. શિરાઓ, સ્નાયુઓ હોતાં નથી. તથા જે પુદ્ગલો તેમને સદા સામાન્ય રીતે અનિષ્ટ-અવલ્લભ હોય છે. તે અપ્રિય, અઝાદ્ય, અસુંદર હોય છે. અમનોજ્ઞ એટલે – જેનું નામ લેવાથી ધૃણા થાય એવાં હોય છે. અમનામ એટલે જેનો વિચાર કરવાથી પણ જેના પ્રત્યે ચિત્તમાં અણગમો જાગે એવાં હોય છે. તથા જે અમનોજ્ઞભિરામ હોય છે એવાં પુદ્ગલો જ અસ્થિ આદિથી રહિત નારકી જીવોના શરીરરૂપે પરિણમે છે.
દેવોના શરીર અસંઘયણી હોય છે. તેમના શરીરમાં અસ્થિ, સ્નાયુઓ, શિરાઓ આદિ હોતાં નથી. તથા જે પુલો ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનનામ અને મનોભિરામ હોય છે. એ પુદ્ગલો જ તેમના અસ્થિ આદિથી રહિત વિશિષ્ટ શરીર રૂપે
૨૦૨