________________
(૧) વજaષભ નારાચ સંઘયણ
આ સંઘયણમાં કીલક આકારની વજ નામની હડ્ડી (હાડકું) હોય છે. તેના ઉપર એક એવી પડી હોય છે કે જે પરિવેઝન પટ્ટના જેવા આકારનું હોય છે. જેનું નામ ઋષભ છે. તથા બંને તરફનો મર્કટબંધ હોય તેનું નામ “નારાચ” છે. બંને તરફના મર્કટબંધની સાથે બંધ અને પટ્ટની આકૃતિ જેવા ત્રીજા હાડકા વડે પરિવેષ્ટિત થયેલા બે હાડકાંઓની ઉપર એ ત્રણે હાડકાઓને ખૂબજ દઢ કરવાને માટે ખીલાના જેવી રચનાવાળાં જે હાડકાં રહે છે, તેમનું નામ વજઅસ્થિ છે. આ પ્રકારની રચના વિશેષનો સંઘયણમાં સદ્ભાવ હોય છે. તે સંઘયણને વજઋષભ નારા સંઘયણ કહે છે. આ કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે. જે શરીરના વેપ્ટન કિલી (ખીલીઓ) અને હાડકાંઓ વજમય હોય છે. તે શરીરને વજઋષભ નારાચ સંઘયણવાળું કહે છે. જેમ બે લાકડાને જોડવા માટે પહેલાં તો લોઢાના પંચ વડે તેમને જકડી લેવામાં આવે છે. ત્યાર બાદ વિશેષ મજબૂતી માટે પંચ ઉપર ખીલાઓ પણ ઠોકવામાં આવે છે. આ પ્રકારની હાડકાંની રચના જે શરીરમાં હોય છે. તે શરીરને વજ8ષભ નારા સંઘયણવાળું શરીર હે છે. (૨) ઋષભ નારાચ સંઘયણ -
આ સંઘયણમાં વજ નામના અસ્થિનો સદ્ભાવ નથી હોતો. માત્ર ઋષભ અને નારાચનો સદ્ભાવ હોય છે. (૩) નારાજી સંઘયણ -
આ સંઘયણમાં વજ અને ઋષભ, આ બંને હોતા નથી પણ નારાચ (બંને તરફ મર્કટબંધ) જ હોય છે. (૪) અર્ધનારા સંઘયણ -
આ સંઘયણમાં એક તરફ નારાચ હોય છે ને બીજી તરફ વજ રહે છે. ૫) કાલિકા સંઘયણ -
આ સંઘયણમાં હાડકાં માત્ર વજ નામની કીલિકા વડે જ બંધાયેલાં રહે છે.
૨૦૧