________________
(૩જુ) સંઘયણ દ્વાર
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. એ વિચારણામાં ત્રીજા દ્વારમાં સંઘયણ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે મુજબ છે. સંઘયણના અર્થો :
શાસ્ત્રમાં સંઘયણ શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) જેના દ્વારા શરીરના પુદ્ગલો દૃઢતાને પ્રાપ્ત કરે છે. તેનું નામ સંઘયણ છે.' (૨) હાડકાંઓની વિશિષ્ટ રચનાને, હાડકાંઓની શક્તિ વિશેષને તેમ જ (૩) જેના ઉદયથી અસ્થિઓનું બંધન વિશેષ હોય છે તેને સંઘયણ કહે છે. સંઘયણના પર્યાયો -
સહનન શબ્દ એ સંઘયણનો પર્યાયવાચી શબ્દ છે.
સંઘયાના પ્રકારો અને વિવેચન -
શાસ્ત્રમાં દર્શાવેલ સંઘયણોને છ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
અર્થાત સંઘયણના છ પ્રકારો કહ્યા છે - (૧) વજઋષભ નારાચ સંઘયણ (૨) ઋષભ નારાચ સંઘયણ (૩) નારાચ સંઘયણ (૪) અર્ધનારાજી સંઘયણ (૫) કીલિકા સંઘયણ (૬) સેવાર્ય સંઘયણ.
૨00