________________
બંને કલ્પમાં જે દેવોની સ્થિતિ બે સાગરોપમની છે. તેની પૂર્ણ ૭ હાથની હોય છે. જેમની સ્થિતિ ત્રણ સાગરોપમની છે. તેમની છ હાથ અને એક હાથના ૪/૧૧ ભાગની છે. જેમની ૪ સાગરોપમની સ્થિતિ છે તેમની છ હાથ અને એક હાથના ૨/૧૧ ભાગની છે. જેમની સ્થિતિ છ સાગરોપમની છે તેમની ૬ હાથને એક હાથના ૧/૧૧ ભાગની છે જેમની સ્થિતિ પૂરા ૭ સાગરોપમની છે તેમની પુરી છે હાથની અવગાહના છે. - બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર અવગાહના પાંચ હાથની છે. બ્રહ્મલોક કલ્પમાં ૭ સાગરની સ્થિતિ છે તેમની અવગાહના પૂરા ૬ હાથની હોય છે. જેમની સ્થિતિ આઠ સાગરોપમની છે તેમની પાંચ હાથ અને ૧ હાથના ૬/૧૧ ભાગની હોય છે. જેમની સ્થિતિ નવ સાગરોપમની છે તેમની પાંચ હાથ ને પ/૧૧ ભાગના હાથની હોય છે. જેમની સ્થિતિ ૧૦ સાગરોપમની છે તેમની પાંચ હાથને ૪ ૧૧ ભાગના હાથની છે. લાંતક કલ્પમાં પણ જેની સ્થિતિ ૧૦ સાગરોપમની છે તેમની ૫ હાથને ૪/૧૧ ભાગના હાથની છે જેમની ૧૧ સાગરોપમની સ્થિતિ છે તેમની ૫ હાથ ૩/૧૧ ભાગના. હાથની છે. જેમની સ્થિતિ ૧૨ સાગરોપમની છે તેમની અવગાહના ૫ હાથ અને ૨/૧૧ ભાગના હાથની છે. જેમની સ્થિતિ ૧૩ સાગરોપમની છે તેમની અવગાહના ૫ હાથ અને ૧/૧૧ એટલે કે એક હાથના ૧૧મા ભાગની છે. જેમની સ્થિતિ ૧૪ સાગરોપમની છે. તેમની અવગાહના પૂરા પાંચ હાથની હોય છે. આ ઉપર બતાવ્યા પ્રમાણે ભવધારણીય અવગાહનાનું પ્રમાણ છે.
મહાશુક્ર અને સહસાર કલ્પમાં ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ૪ હાથની છે. એ સહસાર કલ્પના ૧૮ સાગરોપમની સ્થિતિવાળા દેવોની અપેક્ષાએ છે. અને મહાશુક્ર કલ્પમાં જે દેવોની સ્થિતિ ૧૪ સાગરોપમની છે. તેમની પૂરા પાંચ હાથની છે. ૧૫ સાગરોપમવાળાની ચાર હાથ ૩/૧૧ ભાગના હાથની છે. ૧૬ સાગરોપમવાળાની ૪ હાથ ૨/૧૧ ભાગના હાથની છે. ૧૭ સાગરોપમવાળાની ૪ હાથને ૧/૧૧ ભાગના હાથની હોય છે. ૧૮ સાગરોપમવાળાની પૂરા ૪ હાથની અવગાહના સમજવી જોઈએ.
આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ત્રણ હાથની હોય છે. આનત કલ્પમાં જેમની સ્થિતિ પૂરા ૧૮ સાગરોપમની કે તેનાથી
૧૮૩