________________
છઠ્ઠી તમા પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિય અવગાહના ૫૦૦ ધનુષ્યની સમજવી જોઈએ.
સાતમી તમતમાં પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરની ૫૦૦ ધનુષ્યની કહેલી છે અને ઉત્તર વૈક્રિય અગવાહના એક હજાર ધનુષ્યની હોય છે. આ પ્રકારે બધી જગ્યાએ કામ બમણી જાણવી જોઈએ.
તીયચ પંચેજિયના વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પૃથકત્વ સો યોજનની કહેલી છે. તેનાથી અધિકની વિક્રિયા કરવાની શક્તિ તિર્યંચ પંચેન્દ્રિયોમાં હોતી નથી.
મનુષ્ય પંચેજિયના વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાત ભાગ માત્રની તથા ઉત્કૃષ્ટ કંઈક અધિક ૧ લાખ જોજનની કહી છે. વિષ્ણુકુમાર આદિની આટલી અવગાહના પ્રતિત છે.
દેવો પંચેન્દ્રિયોની વૈક્રિયે શરીરની અવગાહના બે પ્રકારની છે. ભવધારણીય અને ઉત્તરવૈક્રિય
અસુરકુમારની, ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની છે. અને ઉત્કૃષ્ટ ૭ હાથની હોય છે. ઉત્તરવૈક્રિય જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની છે. તથા ઉત્કૃષ્ટ એક લાખ જોજનની છે. યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવી.
એ જ પ્રકારે વાણવ્યંતરોની, જ્યોતિષ્કોની તથા સૌધર્મ અને ઇશાન દેવોના સુધીની સમાન જ બતાવેલ છે. ઉત્તર વૈક્રિય અવગાહના અશ્રુત કલ્પ સુધી જ ૧ લાખ જોજનની બતાવી છે. તેના ઉપર રૈવેયક વિમાનોના દેવ તથા અનુત્તરીયપાતિક દેવ વિક્રિયા કરતા નથી. ઉત્તરવૈક્રિય શરીરની સર્વત્ર જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ જોજનની કહેલી છે. પરંતુ ભવધારણીય શરીરની અવગાહના અલગ-અલગ પ્રકારની હોય છે તે અહીં બતાવી છે.
સનકુમાર અને માહેન્દ્ર કલ્પમાં ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના છ હાથની છે.
૧૨