________________
અવગાહના કહે છે.
દ્રવ્ય અવગાહના અનંત દ્રવ્યરૂપ હોય છે. ક્ષેત્ર અવગાહના અસંખ્યાત પ્રદેશાવગાઢરૂપ હોય છે. કાળ અવગાહના અસંખ્યાત સમયની સ્થિતિરૂપ હોય છે. અને ભાવ અવગાહના વર્ણાદિ અનંતગુણ રૂપ હોય છે. (૨) જીવોની અવગાહના બે પ્રકારની પણ બતાવેલ છે -
(૧) જઘન્ય અને (૨) ઉત્કૃષ્ટ. (૩) જીવોની અવગાહના નવ પ્રકારની પણ બતાવેલ છે -
(૧) પૃથ્વીકાયની અવગાહના (૨) અપકાયની અવગાહના (૩) તેઉકાયની અવગાહના (૪) વાઉકાયની અવગાહના (૫) વનસ્પતિકાયની અવગાહના (૬) બેઇન્દ્રિયની અવગાહના (૭) તે ઇન્દ્રિયની અવગાહના
(૮) ચૌરેન્દ્રિયની અવગાહના | (૯) પંચેન્દ્રિયની અવગાહના (૧) દારિક શરીરની અવગાહના
ઔદારિક શરીરની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર જોજનની છે. એકેન્દ્રિયના ઔદારિકની પણ એટલી જ છે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાયના સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્તા-પર્યાપ્તાની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
૧૦૭.