________________
(રજું) અવગાહના દ્વાર
દંડક પ્રકરણમાં દંડકના ૨૪ ધારોની આગમિક ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે, આ વિચારણામાં બીજા દ્વારમાં અવગાહના વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે પ્રમાણે છે. અવગાહનાના અર્થો -
શાસ્ત્રમાં અવગાહના શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) જીવોનું જેમાં રહેવાનું થાય છે અથવા જીવો જેમાં આશ્રય કરે છે તે અવગાહના છે'. (૨) જીવોના શરીરની ઊંચાઈ, લંબાઈ, આદિને અવગાહના કહે છે. (૩) આત્મપ્રદેશ પ્રદેશમાં વ્યાપ્ત કરીને રહેવું તેનું નામ અવગાહના છે. (૪) જીવોના આધારભૂત ક્ષેત્રને અવગાહના કહે છે. શારામાં દર્શાવેલ અવગાહનાને ભિન્ન-ભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે - (૧) જીવોની અવગાહના ૪ પ્રકારની બતાવેલ છે. -
(૧) દ્રવ્ય અવગાહના - દ્રવ્યને આશ્રિત કરીને જે અવગાહના થાય છે તેને દ્રવ્ય અવગાહના કહે છે.
(૨) ક્ષેત્ર અવગાહના :- ક્ષેત્રને આશ્રિત કરીને જે અવગાહના થાય છે તેને ક્ષેત્ર અવગાહના કહે છે.
(૩) કાળ અવગાહના - કાળની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને કાળ અવગાહના કહે છે.
(૪) ભાવ અવગાહના - ભાવની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને ભાવ
૧૭૬