________________
વનસ્પતિકાયમાં સૂક્ષ્મ, બાદર, સાધરણ-બાદર પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણની અપર્યાપ્તા અને સૂક્ષ્મ, બાદર, સાધારણ વનસ્પતિકાયની પર્યાપ્તા એ પાંચેયની અવગાહના જધન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે. બાદર પ્રત્યેક વનસ્પતિની જધન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર જોજનની છે.
સર્વત્ર અપર્યાપ્તકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે.
પર્યાપ્તા બેઇન્દ્રિયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૨ જોજનની છે. એવી જ રીતે પર્યાપ્તામાં પણ બધાની જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
તેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ ૩ ગાઉની અવગાહના છે અને ચૌરેન્દ્રિયની ૪ ગાઉની અવગાહના છે.
પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજનની છે. એ જ રીતે સંમૂચિર્દમોની અને ગર્ભજોની પણ જાણવી. સંજ્ઞી જલચરોની હજારૃ જોજનની છે.
સ્થલચરોની છ ગાઉની છે.
ઉપરોની હજા૨ જોજનની છે.
ભૂજપોની પ્રત્યેક ગાઉની છે.
ખેચરોની પ્રત્યેક ધનુષ્યની છે.
અસંશી તિર્યંચના જલચરની હજાર જોજનની છે. અસંશી તિર્યંચના સ્થલચરની પ્રત્યેક ગાઉની છે. અસંશી તિર્યંચના ઉપરની પ્રત્યેક યોજનની છે. અસંશી તિર્યંચના ભૂજપરની પ્રત્યેક ધનુષ્યની છે. અસંશી તિર્યંચના ખેચરની પ્રત્યેક ધનુષ્યની છે.
૧૭૮