________________
દ્રષ્ટિમાં શરીર :
મિથ્યાદષ્ટિમાં, મિશ્રદષ્ટિમાં - આહારક વર્જીને ચાર શરીરો છે.
સમ્યગ્દષ્ટિમાં - પાંચ શરીરો છે. ભવ્ય - અભવ્યમાં શરીર -
ભવ્યમાં - પાંચેય શરીરો હોય છે.
અભવ્યમાં - આહારક વર્જીને ચાર શરીરો છે. યોગમાં શરીર :
એકાંત કાયયોગમાં - આહારક વર્જીને ચાર શરીરો છે. મનયોગ, વચનયોગ અને કાયયોગમાં - પાંચેય શરીરો છે.
અયોગીમાં - ત્રણ પ્રકારો છે. ઔદારિક, તૈજસ અને કાર્પણ. સંયમ માર્ગણામાં શરીર -
અસંયત અને સંયતાસંયતમાં - આહારક વર્જીને ચાર શરીરો છે.
સામાયિકો, છેદો પસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં - પાંચેય શરીરો છે.
સૂક્ષ્મ સંપરા ચારિત્રમાં - વૈક્રિય, આહારક વર્જીને ત્રણ શરીરો છે.
યથાખ્યાત ચારિત્રમાં - ત્રણ શરીરો છે. ઔદારિક, તૈજસ અને કાર્પણ. શરીરોનું સ્વામિત્વ :
એક જીવને એક સાથે બે, ત્રણ અથવા ચાર શરીર હોઈ શકે છે. બે હોય તો તૈજસ અને કાર્મણ, ત્રણ હોય તો ઔદારિક, તૈજસ અને કાર્મણ હોય અથવા તો વૈક્રિય, તૈજસ અને કાર્પણ હોય છે. ચાર હોય તો આહારક વર્જીને ચાર હોય છે. અથવા વૈક્રિય વર્જીને ચાર શરીર હોય છે. કોઈ એક જીવને એક સાથે પાંચેય શરીરો હોતાં નથી.
૧૨