________________
અને કાશ્મણ એ જ પ્રમાણે વિગ્રહગતિ સમાપનક ભવનપતિથી લઈને વૈમાનિક પર્યંતના જીવોમાં પણ એ શરીરનો જ સદ્ભાવ છે.
નારકીના જીવોનાં શરીરની ઉત્પત્તિ બે સ્થાનો દ્વારા થાય છે. (૧) રાગ અને (૨) દ્વેષ યાવત વૈમાનિક પર્યંતના જીવો વિષે કથન કરવું. નારકીના જીવોમાં બે સ્થાનથી નિવર્તિત શરીરો હોય છે. (૧) રાગ નિવર્તિત અને (૨) દ્વેષ નિવર્તિત યાવત્ વૈમાનિક પર્યંતના જીવ વિષે કથન કરવું.
અંતરાલમાં પણ જે શરીર જીવની સાથે રહે છે. તે શરીરનું નામ આવ્યંતર શરીર છે. તે આત્યંતર શરીર તૈજસ અને કામણ શરીર છે. કેમ કે એ બંને શરીર આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ ઓતપ્રોત થઈને રહે છે. તથા જીવ જયારે અન્ય ભવમાં ગમન રહે છે ત્યારે પણ તેઓ તેની સાથે જાય છે. જ્યાં સુધી જીવને મુક્તિ મળતી નથી ત્યાં સુધી આ શરીરો તેનો સાથ છોડતાં નથી, તથા અપવરક (નાનું ઘર) આદિની અંદર પ્રવિષ્ટ થયેલા પુરુષની જેમ તેઓ છદ્મસ્થજનોને દેખાતા નથી. અને જે બાહ્ય શરીર છે તે જીવ પ્રદેશોની સાથે કેટલાક અવયવોમાં વ્યાપ્ત થઈને રહેતું નથી. અને અન્યભવમાં જીવની સાથે જતું નથી. છદ્મસ્થ જીવોને તે પ્રત્યક્ષ દેખાય છે.
નારકાદિના શરીરની રાગદ્વેષના કારણથી ઉત્પત્તિ થાય છે. રાગદ્વેષના વિનાશથી શરીરનો વિનાશ થાય છે. શરીરો વિષે નારકોથી લઈને વૈમાનિકો સુધી આ જાણવું. શરીર બંધના પ્રકાર:
નારકોને અને દેવોને ત્રણ શરીરનો સદ્ભાવ છે. વૈક્રિય, તૈજસ અને કાર્પણ. પૃથ્વીકાયાદિમાં વાઉકાય વર્જીને યાવતુ ચૌરેન્દ્રિય સુધી ત્રણ શરીર હોય છે. ઔદારિક, તૈજસ અને કાર્મણ. પંચેન્દ્રિય તિર્યંચો, અને વાઉકાયને ચાર શરીર અને મનુષ્યોને પાંચ શરીર બતાવ્યાં છે. શરીરોની પ્રરૂપણા:
જીવોનાં શરીર પાંચ પ્રકારનાં હોય છે. ઔદારિક શરીરમાં યાવતુ કાર્પણ શરીર સુધી બધામાં, બાદર રૂપને ધારણ કરનારામાં, સ્થૂલાકાર ધારણ કરનારામાં પાંચ વર્ણ,
૧૬૮