________________
બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. નારકોથી લઈને વૈમાનિક સુધીના ૨૪ દંડકોના જીવોના શરીરને પાંચવર્ણવાળા અને પાંચ રસવાળા કહ્યા છે. પ્રત્યેકદંડકના જીવોના શરીરમાં એક વર્ષની પ્રચુરતા હોય છે. તે કારણે તેમને કૃષ્ણાદિ પ્રતિનિયત વર્ણવાળા કહેવાય છે. અબાદર રૂપને ધારણ કરનારાં જે શરીરો છે તે નિયત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શવાળા હોતાં નથી. કેમ કે અપર્યાપ્તક હોવાથી તેઓમાં અવયવ વિભાગનો અભાવ રહે છે. બે પ્રકારે જીવ દેહનો સ્પર્શ કરીને મરણ કાળે શરીરમાંથી બહાર નીકળી જાય છે. ૨૪
એક દેશ અને સર્વ દેશના બધા જ આત્માઓ દેહનો સ્પર્શ કરીને મરણ કાળે શરીરમાંથી બહાર નીકળી જાય છે. એ જ પ્રમાણે જીવ જ્યારે દેશ દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે કેટલાક આત્મપ્રદેશોને ઇલિકા ગતિથી બહાર કાઢે છે. ઇલિકા પોતાના આગલા પગોને પહેલાં જમીન સાથે દઢતાથી જમાવી લે છે અને ત્યાર બાદ અન્ય પગોને ઉઠાવીને ચાલે છે. એ જ પ્રમાણે ઉત્પાદ સ્થાન તરફ જવાની તૈયારી વાળો જીવ પહેલાં પોતાના થોડા આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢે છે અને ત્યાર બાદ તે સમસ્ત આત્મ પ્રદેશોની સાથે બહાર નીકળી જાય છે. અને જ્યારે તે મરણકાળે સર્વદેશથી આત્મ પ્રદેશોને બહાર કાઢે છે ત્યારે કંદુકની (દડાની) ગતિની જેમ પોતાના આત્મ પ્રદેશોને શરીરની બહાર કાઢે છે. એટલે કે જેમાં કંદુક આખો ઉછળે છે. એ જ પ્રમાણે ઉત્પાદ સ્થાને જતો આત્મા પણ એક સાથે આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢી લે છે. એ જ પ્રમાણે એક દેશ અને સર્વદેશની અપેક્ષાએ સ્કૂરણના વિષયમાં, ફૂટનના વિષયમાં, સંવર્તનના વિષયમાં અને નિવર્તનના વિષયમાં સમજવું.
શરીરનો આ જીવનની સાથે સંબંધ પહેલાંથી લાગેલો છે. પાછળ રહેવાનો છે. ક્ષણભંગુર એનો સ્વભાવ છે. એ ભિદુર ધર્મ છે. સુંદર દેખાતો આ માનવ દેહ વિનાશ માટે જ સર્જાયો છે. અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, વિપરિણામ ધર્મવાળો દેખાય છે. દંડકમાં શરીર:
चउ गब्भ तिरिय वाउसु, मणुआणं पंच सेसतिसरीरा ॥५॥
૧૬૯