________________
તૈજસ અને કાર્મણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પરસ્પરમાં તુલ્ય પરંતુ વૈક્રિય શરીરની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. શરીરની ઉત્પત્તિનાં કારણો :
બધા જીવોને ચાર કારણોથી શરીરની ઉત્પત્તિ થાય છે. (૧) ક્રોધથી (૨) માનથી (૩) માયાથી (૪) લોભથી આ રીતે નારકોને યાવત્ વૈમાનિક પર્વતના જીવો વિષે પણ સમજવું.
શરીરને ચાર કારણોથી નિવર્તિત કહ્યું છે. (૧) ક્રોધથી નિવર્તિત (૨) માનથી નિવર્તિત (૩) માયાથી નિવર્તિત (૪) લોભથી નિવર્તિત. આ કથન વૈમાનિકો પર્વતના સમસ્ત જીવો વિષે સમજવું.
ક્રોધાદિકને શરીરની ઉત્પત્તિમાં કારણ ગણ્યા છે. કેમ કે ક્રોધાદિક ચારેય કર્મબંધનના હેતુરૂપ છે. અને કર્મ શરીર ઉત્પત્તિમાં નિમિત્તરૂપ હોય છે. તેથી શરીરની ઉત્પત્તિના કારણભૂત જે કર્મ છે તે કાર્યભૂત કર્મના કારણરૂપ ક્રોધાદિ ચારેમાં શરીરોત્પત્તિના કારણત્વનો ઉપચાર કરીને તેમને જ શરીરોત્પત્તિના કારણરૂપ કહેલ છે. અને ક્રોધાદિક નિવર્તિત થતાં શરીરનું પણ નિવર્તન થાય છે. શરીરની વિશેષ વિચારણા -
નારક જીવોનાં શરીર હોય છે. આત્યંતર શરીર અને બાહ્ય શરીર. આત્યંતરએ તૈજસ અને કામણ શરીર છે. બાહ્ય-વૈક્રિય શરીર છે. યાવત્ વૈમાનિકો સુધી પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્વતમાં - આત્યંતર - તૈજસ અને કાર્મણ શરીર હોય છે. બાહ્ય શરીર ઔદારિક હોય છે. બેઈન્દ્રિય જીવોમાં આભ્યતંર શરીર કામણ શરીરરૂપ છે. અને બાહ્ય શરીર ઔદારિક શરીર રૂપ હોય છે. તે અસ્થિ, માંસ, શોણિત, સ્નાયુ અને શિરાઓથી બદ્ધ હોય છે. તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાં એ જ પ્રમાણે જાણવું જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચોમાં તેમ જ મનુષ્યોમાં પણ એ જ બે શરીર હોય છે.
પરભવમાં ગમન કરતી વખતે જીવની જે વળાંક સહિતની ગતિ થાય છે તેને વિગ્રહ ગતિ કહે છે. આ વિગ્રહગતિ સમાપનક નારકોને બે જ શરીર હોય છે. તૈજસ
૧૬૭