________________
અપેક્ષાએ પરમાણુઓથી અનંતગુણિત હોય છે.
દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ સૌથી ઓછા આહારક શરીર, દ્રવ્યની અપેક્ષાએ વૈક્રિય શરીર દ્રવ્યથી અસંખ્યાતગણી છે. તેથી ઔદારિક શરીર દ્રવ્યથી અસંખ્યાતગણી છે. તેનાથી પ્રદેશથી આહારક શરીર અનંતગુણા છે. તેનાથી વૈક્રિય શરીર પ્રદેશોની અસંખ્યાતગણી છે. તેનાથી ઔદારિક પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણા છે. તૈજસ અને કાશ્મણ બંને તુલ્ય દ્રવ્યથી અનંતગુણા કે તેનાથી તૈજસ શરીર અપેક્ષાએ અનંતગુણા છે. તેથી કાર્પણ શરીર પ્રદેશોથી અનંતગુણા છે. પાંચેય શરીરોની જઘન્ય, ઉત્કૃષ્ટ અને જઘન્યોત્કૃષ્ટ અવગાહનાનું અલ્પબદુત્વ
બધાથી ઓછી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. કેમ કે તે અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તેનાથી તૈજસ અને કાર્મણ શરીરની અવગાહના પરસ્પર તુલ્ય પણ ઔદારિક શરીરની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક છે. તેનાથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણી છે. કેમ કે અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ છે. તેનાથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણી છે. કેમ કે તે કાંઈક ઓછા એક હાથની હોય છે.
ઉત્કૃષ્ટ અવગાહનામાં બધાથી ઓછી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. કેમ કે તે એક હાથની જ હોય છે. તેનાથી ઔદારિક શરીરની સંખ્યાતગણી છે. કેમ કે તે કાંઈક અધિક એક હજાર જોજનની હોય છે. તેનાથી વૈક્રિય શરીરની સંખ્યાતગણી છે કેમ કે તેનું પ્રમાણ કાંઈક અધિક એક હજાર જોજનનું છે. તેથી તૈજસ અને કાર્પણ શરીરની પરસ્પર તુલ્ય છે. કેમ કે તેનું પ્રમાણ ૧૪ રાજુનું છે.
જઘન્યોત્કૃષ્ટ અવગાહનામાં બધાથી ઓછી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેનાથી તૈજસ અને કાર્મણ શરીરની જઘન્ય અવગાહના પરસ્પર તુલ્ય અને ઔદારિકથી વિશેષાધિક છે. તેનાથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગણી છે. તેનાથી આહારક શરીરની જઘન્ય અવગાહના અને તેનાથી તેની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. તેનાથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે. તેનાથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી. છે. તેનાથી
૧૬૬