________________
પાંચ શરીરોનું દ્રવ્ય, પ્રદેશ અને ઉભયનું અલ્પબહત્વ -
દ્રવ્યની અપેક્ષાએ બધાથી ઓછાં આહારક શરીર છે. તેનાથી વૈક્રિય શરીર અસંખ્યાતગુણા છે. તેથી ઔદારિક શરીર અસંખ્યાતગુણા છે. તેથી તૈજસ અને કાર્પણ શરીર બંને બરાબર અનંતગુણા છે.
દ્રવ્યોની અપેક્ષાએ બધાથી ઓછાં આહારક શરીર છે. કેમ કે આહારક શરીર ઉત્કૃષ્ટ સંખ્યક હોય તો સહસ્ર પૃથકત્વ (બે હજારથી નવ હજાર સુધી) જ હોય છે. આહારક શરીરોથી વૈક્રિય શરીર અસંખ્યાતગણી છે કેમ કે બધા નારકોનાં, બધા દેવોનાં, કેટલાક પંચેન્દ્રિય તિર્યચીનાં, મનુષ્યોનાં અને બાદર વાયુકાયિકોનાં વૈક્રિય શરીરની અપેક્ષાએ. તેથી ઔદારિક અસંખ્યાતગુણા છે. કેમ કે ઔદારિક શરીર તિર્યંચો અને મનુષ્યોને હોય છે. અને પાંચ સ્થાવરોમાંથી પ્રત્યેક અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. તૈજસ અને કાર્પણ શરીર બંને બરાબર છે. પણ ઔદારિક શરીરથી અનંતગણા છે. કેમ કે સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવો અનંતાનંત છે. પ્રત્યેકના તૈજસ અને કાર્મણ શરીર હોય છે. *
પ્રદેશોની અપેક્ષાએ આહારક શરીર બધાથી ઓછાં છે. કેમ કે સહસ્ર પૃથકૃત્વ સંખ્યાવાળા આહારક શરીરોનાં પ્રદેશ બીજા બધા શરીરોનાં પ્રદેશોની અપેક્ષાઓ ઓછા જ હોય છે. આહારકથી વૈક્રિય પ્રદેશોની દષ્ટિથી અસંખ્યાતગણી હોય છે. આહારક શરીર માત્ર એક હાથનું જ હોય છે. પણ વૈક્રિય શરીર ઘણી વર્ગણાઓથી બને છે. કેમ કે વૈક્રિય શરીર ઉત્કૃષ્ટ એક લાખ યોજનથી પણ અધિક પ્રમાણનું હોઈ શકે છે. તે ઉપરાંત આહારક શરીર સંખ્યામાં પણ માત્ર સહસ્ર પૃથકત્વ હોય છે. પણ વૈક્રિય શરીર અસંખ્યાત છે. શ્રેણીગત આકાશ પ્રદેશોના બરાબર હોય છે તેથી અસંખ્યાતગણા કહેલ છે. તેમની અપેક્ષાએ ઔદારિક શરીર પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. કેમ 'કે તેઓ અસંખ્યાત લોકાકાશોની બરાબર મળે છે. તેનાથી તેમના પ્રદેશ અતિપ્રચુર હોય છે. તેમની અપેક્ષાએ તૈજસ શરીર પ્રદેશોની દૃષ્ટિથી અનંતગુણા છે. કેમ કે તેઓ દ્રવ્યદૃષ્ટિથી પણ ઔદારિક શરીરોથી અનંતગણા છે. તૈજસ શરીરોની અપેક્ષાએ કાર્પણ શરીર પ્રદેશોની દૃષ્ટિથી અનંતગણો છે. કેમ કે કાશ્મણ વર્ગણાઓ તૈજસ વર્ગણાઓની
૧૬૫